જેઠીમધ ના ૭ અકસીર ફાયદા

જેઠીમધ ના ફાયદા

જેઠીમધ ના ૭ અકસીર ફાયદા

ગુજજુમિત્રો, ચોમાસું પૂરું થયું છે અને હવે ઠંડીની શરૂઆત થઈ છે. વાતાવરણમાં ફેરફાર આવતાં જ ગળામાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ગળું સૂકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા જેવી સમસ્યા થાય છે. વર્ષોથી આપણે ત્યાં ગળાની સમસ્યા માટે જેઠીમધ એટલે કે મૂલેઠી નો ઉપયોગ કરવામાં આવે છે. આજે હું તમને આ લેખમાં જેઠીમધ ના ૭ અકસીર ફાયદા અને તેનો ઉપયોગ કયારે કરી શકાય તે વિષે જણાવવા માગું છું.

Jethimadh
  1. મોઢાના ચાંદા દૂર કરે છે : જેઠીમધનો નાનો ટુકડો મોંઢામાં રાખીને ચૂસવાથી ચાંદા દૂર થાય છે. તેના પાવડરને મધમાં ભેળવી સેવન કરવાથી પણ રાહત મળે છે.
  2. ગળાની સમસ્યા દૂર થાય છે : ગળામાં સોજો, ઈન્ફેક્શન, ગળું સૂકાઈ જાય તો જેઠીમધ ચૂસવાથી ફાયદો થાય છે. તેનાથી મોઢાંની અને ગળાની અનેક સમસ્યા દૂર થાય છે.
  3. યુરિન ઈન્ફેક્શનમાં રાહત : યુરિનમાં બળતરાં અને વારંવાર યુરિન આવે તો જેઠીમધ તેનો સારો ઉપાય છે. તેના માટે 2 થી 4 ગ્રામ જેઠીમધનો પાવડર ગરમ દૂધ સાથે લો. તેનાથી ફાયદો થાય છે.
  4. પેટની સમસ્યા દૂર થશે : પેટ અને આંતરડાં મરોડાઈ જાય તો જેઠીમધનો પાવડર મધ સાથે દિવસમાં 2થી 3 વાર લો. પેટમાં દુખાવો, સોજો અને ખેંચાણ દૂર થશે.
  5. માસિકની સમસ્યા સુધારશે : 5 ગ્રામ જેઠીમધનો પાવડર થોડા મધમાં ઉમેરી તેની ચટણી જેવું બનાવી લો. તેનું સેવન કરી ઉપરથી ઠંડું દૂધ થોડું થોડું પીવાથી માસિક સ્ત્રાવ નિયમિત થઈ જાય છે. દૂધમાં સાકર પણ ઉમેરી શકાય છે.
  6. ઉધરસ માં અકસીર : ઉધરસમાં જેઠીમધનું ચૂર્ણ મધ સાથે ચાટવું.
  7. રક્તસ્ત્રાવમાં ઉપયોગી : ઘા ઉપર ચૂર્ણ દબાવી પાટો બાંધવો. ઘસાયું હોય તે ઉપર ઘી કે મધ સાથે જેઠીમધ લગાડવું.

You may also like...

1 Response

  1. Harsh says:

    Nice blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *