ગરમીમાં અમૃતતુલ્ય છાશ નું સેવન કરવા ના ૮ દમદાર ફાયદા

છાશ

ગરમીમાં અમૃતતુલ્ય છાશ નું સેવન કરવા ના ૮ દમદાર ફાયદા

ગુજજુમિત્રો, ગરમીના દિવસોમાં ધોમધખતા તાપમાં લોકોને ઘણા પ્રકારની સમસ્યા થાય છે. એવામાં જો તમે દહીને વલોવીને છાશ બનાવીને તેનું રોજ સેવન કરો તો તે શરીર માટે અમૃત સમાન છે. ખાસ વાત તો એ છે કે જો તમે ખાધા પછી છાશ પીવો તો તેનાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળશે. છાશ જે શરીરને ઠંડક પહોચાડવાનું કામ કરે છે સાથે જ તે શરીર માટે ઘણી ફાયદાકારક પણ છે. આજે આપણે એ પણ જાણીશું કે એસીડીટી ને મૂળ માંથી કાઢવી હોય તો છાશ માં શું નાખી ને પીવું જોઈએ. આજે અમે તમને છાશ ના કેટલાક એવા ફાયદા બતાવીશું, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નહી હોય.

૧. કબજિયાત: કબજિયાતમાં છાશનું સેવન કોઈ અમૃતથી ઓછું નથી. કબજિયાત થાય ત્યારે છાશમાં અજમો મેળવીને પીવાથી થોડા જ દિવસોમાં આ સમસ્યાથી રાહત મળે છે. પેટની સફાઈ માટે ગરમીમાં ફુદીના મેળવીને લસ્સી બનાવીને પીવો.

૨. પાચનક્રિયા સુધારે : જે લોકોને ખાવાનું સરખી રીતે ના પચવાની ફરિયાદ હોય છે. તેમણે દરરોજ છાશમાં વાટેલા જીરાનું ચૂર્ણ, કાળા મરીનું ચૂર્ણ અને સિંધાલુણ નું ચૂર્ણ સમાન માત્રામાં મેળવીને ધીમે-ધીમે પીવું જોઈએ.

૩. વિટામીન: છાશમાં વિટામીન સી, એ, ઈ, કે અને બી હોય છે. જે શરીરના પોષણની જરૂરીયાતને પૂરી કરે છે.

૪. લૂથી બચાવે: ગરમીના લીધે કોઈ શારીરિક સમસ્યા હોય અથવા પછી લૂ લાગી હોય ત્યારે છાશનું સેવન સૌથી સારું રહે છે. તે ઠંડી પ્રકૃતિનું હોય છે.

છાશ ના ફાયદા

૫. આંખો: ગરમીમાં આંખો ની બળતરા હોય તો તમે દહીંની મલાઈને પાંપણ પર લગાવી શકો છો. તેની સાથે જ જો તમે છાસનું દરરોજ સેવન કરો છો તો તમને રાહત થશે.

૬. હાડકાં મજબુત: તેમાં બાકીના તત્વોની સાથે-સાથે કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જે હાડકાને મજબુત બનાવવાનું કામ કરે છે.

Statue of Unity

૭. કોલેસ્ટેરોલ: દરરોજ એક ગ્લાસ છાસ પીવાથી કોલેસ્ટેરોલ લેવલ ઓછુ થાય છે અને હાર્ટ એટેકના ખતરાનો ભય ઓછો થયી જાય છે.

૮. એસીડીટી: છાશમાં ખાંડ, કાળા મરી અને સિંધાલુણ ભેળવીને દરરોજ પીવાથી એસીડીટી મૂળમાંથી મટી જાય છે. વાંચો : ઉનાળામાં કુદરતી ઠંડા પદાર્થોનું સેવન

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *