ઘરના વડીલોની કદર કરો : વિચારવા જેવી એક વાત
ગુજજુમિત્રો, આજનો આ લેખ આપણાં ઘરના વડીલો માટે સમર્પિત છે. હું તમને એક એવી વાત કહેવા માગું છું જે વિચારવા જેવી છે. મિત્રો, આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. જાણવા માટે આગળ વાંચો.
આ જૂની પેઢીના અમુક રસપ્રદ લક્ષણો
રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવા નિકળવા વાળા
આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા… રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા.
વડીલો નું નિરાળું જીવન
તેમનો અલગ સંસાર, વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા, રિતી રિવાજ અને સનાતન ધર્મ ની આગળ પાછળ ફરવાવાળા…
ફોન નંબરની ડાયરી વાળા લોકો!
જુના ફોન ના ડોગલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોન નંબર ની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા…!
તૂટેલી દાંડી વાળા ચશ્મા પહેરવાવાળા
હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જુના ચપ્પલ, ફાટેલી બંડી અને તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા……!!
અથાણું પાપડ બનાવનારા
ગરમીની સીઝનમાં અથાણું પાપડ બનાવવાવાળા, ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા, અને હંમેશા દેશી ટામેટા, દેશી રીંગણ અને દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા……..! અને નજર ઉતારવા વાળા, કંદોઈ ખસી હોય તો ઠીક કરવા વાળા, લીમડાનું કે બાવળનું દાતણ કરવાવાળા, અને શાકભાજીની લારી વાળા સાથે એક-બે રૂપિયા માટે જીભા જોડી કરવા વાળા…..!!
આવા વડીલોના જીવન શા માટે છે પ્રેરણાદાયી?
આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી કાયમ માટે જતા રહેવાના છે. શું તમારા ઘરમાં આવું કોઈ છે? જો હા, તો જરૂર તેઓનું ખૂબ ધ્યાન આપજો…….! નહિતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે જ જતી રહેશે…. એ છે સંતોષ ભર્યું જીવન, સાદગી પૂર્વકનું જીવન, પ્રેરણા દાયક જીવન,ભેળસેળ વિનાનું જીવન, ધર્મ અને સતમાર્ગ પર ચાલવાવાળું જીવન, બધાની ચિંતા કરવાવાળું જીવન…..!
ગુજજુમિત્રો, તમારા પરિવારમાં જે લોકો વડીલ છે તેમનું માન સન્માન રાખજો, તેઓને ખૂબ જ પ્રેમ કરો………! વિચારવા જેવી વાત છે, હે ને?
To read more such posts, click here : જીવન દર્પણ
Very nice????????????????????????