નવરાત્રી માં આવતા પ્રસંગોના મુહૂર્તો

નવરાત્રી માં આવતા પ્રસંગોના મુહૂર્તો

ગુજજુમિત્રો, તમને સૌને નવરાત્રી ની ઘણી બધી શુભકામનાઓ. હું આશા કરું છું કે આ વર્ષે નવરાત્રી ની પૂજા આરાધના તમને અને તમારા પરિવાર ને સુખી અને સ્વસ્થ જીવન અર્પે. અને કોવિડ ૧૯ ને કારણે ગરબાની રમઝટ નો બહુ આનંદ તો નહીં માણી શકો તેમ છતાં આ તહેવાર હર્ષોલ્લાસ થી સરાબોર રહે. આજે હું તમને આ પોસ્ટ માં નવરાત્રી માં આવતા પ્રસંગોના મુહૂર્તો વિષે જણાવી રહી છું. કારણકે કહેવાય છે કે જ્યારે યોગ્ય મુર્હુત માં દેવીની આરાધના કરવામાં આવે છે તો પૂજાનું ફળ અનેક ગણું થઈ જાય છે.

યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ:

નવરાત્રી પ્રારંભ

આસો સુદ એકમ ૧૭-૧૦-૨૦૨૦ શનિવાર

ગરબો લાવવા માટે તથા ઘટ સ્થાપન નું મુહૂર્ત

સવારે ૮-૦૫ થી ૯-૩૧
બપોરે ૧૨-૨૫ થી ૪-૪૪
સાંજે ૬-૧૧ થી ૭-૪૪

અષ્ટમી

આઠમ ૨૩-૧૦-૨૦૨૦ ને શુક્રવારે સવારે ૬-૫૬ વાગ્યે શરૂ થઈ ને શનિવારના દિવસે ૨૪-૧૦-૨૦૨૦ ના સવારે ૬-૫૮ સુધી છે. માટે આઠમ ના નિવેદ તથા હવન શુક્રવારે ૨૩-૧૦-૨૦૨૦ નાં રોજ કરવા

નોમ

નોમ તારીખ ૨૪-૧૦-૨૦૨૦ ને શનિવારના સવારે ૬-૫૮ થી શરૂ થઈ ૨૫-૧૦-૨૦૨૦ ને રવિવાર નાં રોજ સવારે ૭-૪૧ સુધી છે. માટે નવમી નાં નૈવેદ્ય તથા હવન ૨૪-૧૦-૨૦૨૦ ને શનિવારના દિવસે જ કરવા.

દશેરા

દશેરા

વિજયાદશમી તારીખ ૨૫-૧૦-૨૦૨૦ ને રવિવારે સવારે ૭-૪૨ થી શરૂ થઈ ૨૬-૧૦-૨૦૨૦ ને સોમવારે સવારે ૮-૫૯ સુધી છે. માટે દશમી નાં હવન તથા નૈવેદ્ય રવિવારે કરવા.

ગરબો પધરાવવા નું મુહૂર્ત

રવિવારે ૨૫-૧૦-૨૦૨૦ નાં સાંજે ૬-૦૫ થી રાત્રે ૧૦-૫૦ સુધી છે.

ગુજજુમિત્રો, નવરાત્રી માં આવતા પ્રસંગોના મુહૂર્તો ની આ લીંક તમારા સ્નેહીજનો ને પણ અવશ્ય મોકલજો.

આ ઉપરાંત ગુજજુમિત્રોના વિવિધ વિભાગોની મુલાકાત લેતા રહેજો કારણકે અહીંયા તમને દરરોજ એક નવી પોસ્ટ વાંચવા મળશે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *