કોરોના પોઝિટિવ માંથી નેગેટિવ થયા પછી શું-શું ધ્યાન રાખવું જોઈએ?
ગુજજુમિત્રો, આજકાલ ઘણા લોકો ને કોરોના થઈ રહ્યો છે. સારી વાત એ છે કે ભારતમાં કોરોના દર્દીઓનો રીકવરી રેટ બહુ જ સારો છે. પણ મિત્રો, કોરોના પોઝિટિવ માંથી નેગેટિવ થયા પછી કામ પતી જતું નથી, તમે હાશકારો લઈને બેસી ના શકો. કારણ કે કોરોના ગયો છે પણ તમારા અવયવોમાં થોડુંઘણું નુકસાન કરતો ગયો છે, તેને રીપેર કરવાનુ ઘણું કાર્ય તમારે હજુ કરવાનુ બાકી છે. આજે હું તમને કોરોના પોઝિટિવ માંથી નેગેટિવ થયા પછી શું-શું ધ્યાન રાખવું જોઈએ તેના વિષે ટૂંકમાં જણાવી રહી છું.
કોરોનામાંથી સાજા થઇ ગયેલા દર્દીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો :
◼️કોઇપણ પ્રકારની ફેફસાની કસરત લાંબા સમય સુધી ચાલુ રાખવી. સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાણાયામ કરવો. તમે નિયમિત પણે યોગાસન કે વોકિંગ પણ કરી શકો છો. અઠવાડિયામાં ઓછામા ઓછા પાંચ દીવસ ૩૦-૪૦ મીનીટની હળવી કે મધ્યમ કસરત કાયમી ચાલુ રાખવી.
◼️લાંબા સમય સુધી વિટામિન C યુક્ત ખોરાક વધુ લેવાનુ ચાલુ રાખવું. કારણકે તેનાથી તેમની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે અને શરીરના જે અવયવો પર અસર થઈ હશે તે રીપેર થવા લાગશે. લીંબુ અને નારંગી ગુણકારી છે.
◼️અતિ ભીડભાડ કે પ્રદુષીત વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ. એ યાદ રાખો કે તેમની ઈમ્યુનિટી હજી પણ ઓછી છે અને બીજી કોઈપણ બીમારી થવાની સંભાવના વધી જાય છે.
◼️લાંબા સમય સુધી પાણી અને પ્રવાહી ખોરાક વધુને વધુ લેવાનુ ચાલુ રાખવુ. સૂપ, જ્યુસ, નાળિયેર પાણી, ઉકાળો સૌથી વધારે લાભદાયી છે.
◼️દરરોજ ઓછામાં ઓછા બે-ત્રણ પ્રકારના સિઝનલ ફ્રુટ લેવાનુ કાયમી ચાલુ રાખવું. ખાસ કરીને પપૈયામાં રહેલા પોષક તત્ત્વો અને ફાઈબર તમારા શરીરને જલ્દીથી તંદુરસ્ત કરે છે.
◼️આશરે એકાદ-બે મહીના બાદ દર્દીએ એકવાર પોતાની છાતીનો CT સ્કેન ફરીથી કરાવી લેવો.
◼️રાત્રે બેડરુમની એકાદ-બે બારી ખુલ્લી રાખીને જ સુવુ જેથી ઑક્સીજન ની કમી ના થાય.
◼️ધુમ્રપાન ખુબ જ હાનિકારક છે તેથી શક્ય એટલું ટાળવું.
◼️ લીલા શાકભાજી, સિઝનલ ફ્રુટ, ડ્રાયફ્રુટ, દાળ, મગફળી, અળસી, છાસ, દહીં નું સેવન વધુ રાખવુ. સંપૂર્ણ અને સંતુલિત આહાર લેવો.
◼️ દરરોજ ૧૫-૨૦ મિનિટ સુધી તડકામાં બેસવું.
◼️ નિયમિતપણે પૂરતી ઊંઘ લો. યાદ રાખો કે નિદ્રા અવસ્થામાં શરીર ની હીલીંગ પ્રક્રિયા એટલે કે સાજા થવાનું કાર્ય વધુ ઝડપથી થાય છે.
ગુજજુમિત્રો, આ લેખ ને તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો. કારણકે મોટાભાગના લોકોને ખબર નથી કે કોરોના પોઝિટિવ માંથી નેગેટિવ થયા પછી શું-શું ધ્યાન રાખવું જોઈએ.
- કાવ્ય સરિતા (215)
- ગુજ્જુની ગરિમા (75)
- જોક્સ (179)
- જ્ઞાનગંગા (120)
- તંદુરસ્તીની ચાવી (290)
- પ્રેરક પ્રસંગ (131)
- સત્સંગ (98)
- સંબંધની સુવાસ (93)
- સુવિચાર (187)
ખૂબ જ સુંદર ????????????