ઊંઘ ન આવે તો શું કરવું?

ઊંઘ ન આવે તો શું કરવું?

ઊંઘ ન આવે તો શું કરવું?

ગુજ્જુમિત્રો, આપણાં સ્વાસ્થ્ય માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી બહુ જરૂરી છે. જો બરાબર ઊંઘ લેવામાં ના આવે તો આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. મને ઊંઘ નથી આવતી, મને મોડા સુધી ઊંઘ નથી આવતી, મને વિચારો ખૂબ આવે છે, આવા અનેક કારણો જણાવતા અનેક લોકોની આવી ફરિયાદ હોય છે. આ લેખમાં વાંચો ઊંઘ ન આવે તો શું કરવું?

આયુર્વેદ ઊંઘ વિશે શું કહે છે?

આયુર્વેદના આચાર્યોએ ઊંધને ભૂતધાત્રી એટલે કે પ્રાણીઓના શરીરને પોષણ આપતી માતા સમાન ગણાવી છે. જેમ શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર છે, તેટલી જરૂરિયાત ઊંઘની પણ છે. મોડે સુધી ટી.વી. સીરીયલો જોવી, મોબાઇલ ઘુમેડવો વગેરે ઊંઘવા નથી દેતા. એસિડીટી ઊંધવા નથી દેતી. મેનોપોઝનો કારણે હોર્મોન્સ બદલાવાથી, આયુર્વેદ મતાનુસાર વાયુની અનિયમિત ગતિને કારણે ઊંઘ નથી આવતી.

પૂરતા પ્રમાણમાં ઊંઘ ન આવવાથી થતાં નુકશાન

????આજકાલ રાત્રે મોડા સુવાનું અને સવારે ખૂબ મોડા ઊઠવાના ક્રમને યુવાવર્ગ આધુનિકતાની નિશાની ગણે છે. વ્હોટસએપ, ફેસબુક, ટ્વિટરે યુવાપેઢીની ઊંઘ ઉડાડી દીધી છે. પરિણામે ખીલ, ખોડો, સફેદવાળ, વહેલાં ચશ્માં આવી જવાં, વજન વધવું વગેરે અનાયાસે એમને પરેશાન કરે છે. જેનાથી તેઓ અજ્ઞાત છે.

????તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસ એવું સૂચવે છે કે રોગો અને જીવાણુઓ સામેના સતત યુદ્ધથી ક્ષીણ થઇ ગયેલું શરીરનું રોગપ્રતિકારક શકિતનું તંત્ર પૂરતી ઊંઘથી ફરી ચેતનવતું બને છે. અપૂરતી ઊંઘથી વ્યક્તિની પ્રતિક્રિયા અને પ્રત્યાઘાતની પ્રકિયા ઘીમી પડે છે. ચપળતા ઘટી જાય છે અને શરીરની આંતરિક પ્રક્રિયા ખોરવાય છે.

????ઊંઘ આવતી હોવા છતાં ના ઊંઘતા યુવાનોને આ કુદરતી ઊંઘની અવગણના કરવાથી યાદશક્તિ ઘટે છે. વારંવાર ચીડ-ગુસ્સો આવે છે. પાચન ક્ષમતા ઘટી જતાં ગેસ,વાયુ, એસિડીટી માથાનો દુ:ખાવો, સફેદ વાળ વહેલા થઇ જવા જેવી સમસ્યાઓ ઉપન્ન થાય છે. માટે જ્યારે ઊંઘ આવે ત્યારે ઊંઘી જવું.

Sleep on time

ઊંઘ આવે તે માટે શું શું કરવું?

????સૂતી વખતે શરીરનાં જ્ઞાનતંતુઓ રિલેક્સ થાય તેવી હળવી કસરતો, યોગાસન કરવાં. ચાલવું અને ઊંડા શ્વાસ લેવા.

????રોજ નિયત સમયે પથારીમાં સુવાની આદત પાડવાથી એ જ સમયગાળા દરમિયાન ઊંઘ આવવાની પ્રકિયા કોઇપણ પ્રકારના પ્રયાસ વગર શરૂ થઇ જાય છે.

????સુવાના સમયે ધાર્મિક સ્તવનો,ઇષ્ટ દેવતાનો જાપ વગેરે કરવાથી પ્રગાઢ નિદ્રા આવે છે તેવું ઘણા અનુભવીઓનું માનવું છે.

????સંશોધકો કહે છે કે ઊંઘવાના સમયથી એક કલાક પહેલાં મગજમાંથી કઇ પણ પ્રકારની સમસ્યાઓ અને ચિંતાઓને હાંકી કાઢવાથી ઊંઘનું આગમન સરળ બને છે. જેમકે ખોટા વિચારો લાવે એવી ટી.વી.ની સિરીયલને જોવાનું ઓછું કરવું કે રાત્રે ના જોવી અને મોબાઇલ ફોનને સ્વિચ ઓફ કરવો.

????ગરમ પાણીનું સ્નાન કે હળવું સૌમ્ય સંગીત ઊંઘને આકર્ષિત કરે છે.

????આયુર્વેદનું કથન છે કે માથામાં રોજ તેલનું માલિશ કરવાથી ઊંઘ સારી આવે છે. પગના તળિયે ગાયનું ઘી ઘસવાથી જ્ઞાનતંતુઓ રિલેક્સ થાય છે અને પ્રગાઢ નિદ્રા આવે છે. પરિણામે ખોડો, ખરતાવાળ, વાળ સફેદ થવા, આંખે નંબર આવવા વગેરે સમસ્યાઓ અટકી જાય છે.

????આખા શરીરે માલિશ કરવાથી અનિદ્રાની સમસ્યા હંમેશને માટે ચાલી જાય છે.

????સૂતી વખતે પગચંપી આંખોનાં પોપચાં પર ભાર લાવે છે અને સરળતાથી ઊંઘ આવી જાય છે.

????એસિટીડીના કારણે ઊંઘના આવતી હોય એવા લોકોએ રાત્રે જમવામાં ઘઉં બંધ કરી, કાપેલાં ફળો લેવાં, જેથી પાચન સરળતાથી થઇ જતાં એસિડ ઓછો બને અને પરિણામે ઊંઘી શકાય.

????સોમ્ની ફેરમ નામનું ઊંઘ લાવનારું તત્વ ધરાવતા અશ્વગંધાનું અડધી ચમચી જેટલું ચૂર્ણ એક કપ દૂઘમાં લઇ, તેમાં તેટલું જ પાણી નાખી ઉકાળી નાખવું. પાણી બળી જાય પછી તેમાં બે ચપટી ગંઠોડા અને એકાદ ચમચી ખાંડ નાખી પીવું. અશ્વગંધા ક્ષીરપાકને બદલે અશ્વગંધારિષ્ટ ૨-૨ ચમચી જેટલું લઇ પાણી ઉમેરીને પણ લઇ શકાય.

????જાયફળ, પીપરમૂળ અને થોડી ખડીસાકર ગાયના દૂધમાં ભેળવી ગરમ કરી તે દૂધ પીવાલાયક ઠંડુ થાય ત્યારે રાત્રે સૂતી વખતે દરોજ પીવું જોઈએ..

ગુજ્જુમિત્રો મને આશા છે કે આ લેખ તમને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવા માટે મદદ કરશે. આવા જ સ્વાસ્થ્ય સંબંધી લેખો વાંચવા માટે અહીં ક્લીક કરો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *