તું હસે છે ત્યારે ગાલમાં ખાડા પડે છે!

ક્યાં તો ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે

તું હસે છે ત્યારે ગાલમાં ખાડા પડે છે!

ગુજજુમિત્રો, આજે હું તમને શ્રી બંકિમભાઈ મોતીવાલા લિખીત એક સુંદર રચના શેર કરી રહી છું. વાંચીને મૂછમાં મલકાઈ જશો ….!

તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે….
હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા સિવાય આ ખાડા માં કેટલા પડે છે.

જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી
ધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથી.

દિલ ના દર્દ ને પીનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે
છે કેટલી તકલીફ કબરમા, તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે.

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘ સેલ-ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજી તો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,…….
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,,……
‘ ઇમેલ ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે
આજે, સ્પેસ ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?…
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

‘ લેક્સસ ‘ ને ‘ મરસીડીઝ ’ માં આમતેમ ફરો છો તમે ,…..
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી ,…..
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,…
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી હવે ?….
‘ઇલેક્ટ્રિક ’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!

તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે….
હું વિચારું છું બેઠો બેઠો કે મારા સિવાય આ ખાડા માં કેટલા પડે છે.

Read new posts daily only on Gujjumitro.

You may also like...

1 Response

  1. Ila says:

    Very nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *