આજ ના તાજા સમાચાર!!!
આજ ના તાજા સમાચાર!!!
ગુજ્જુમિત્રો, આજ કાલ જુદાજુદા વિષયો પર જુદીજુદી ન્યૂઝ ચેનલ વાળા બહુ રોચક રીતે સમાચાર આપતા હોય છે. તો તૈયાર થઈ જાઓ, આજ ના તાજા સમાચાર વાંચવા માટે!!
જો તમે એનડીટીવી જુઓ – તમને લાગે કે ફાશીવાદીઓ ભારત પર કબજો કરી લેશે, ભારત માં ગૃહયુદ્ધ એટલે કે સિવિલ વૉર થશે અને ચીન ગુરુગ્રામ પહોંચશે.
જો તમે ઝીટીવી, રિપબ્લિક, ન્યૂઝ એક્સ, રિપબ્લિક ભારત, ઈન્ડિયા ટીવી જોશો, તો તમે વિચારશો કે ભારત એક મોટો લશ્કરી-આર્થિક વિશ્વ નેતા છે અને આપણે ટૂંક સમયમાં જ ચીનને જીતી લઈશું.????
જો તમે અખબારો વાંચશો તો તમને ખબર નહીં પડે કે દેશ કોણ કલાવી રહ્યું છે, ભગવાન કે સરકાર? ????
જો તમે શેરબજાર જુઓ છો, તો ખબર જ નથી પડતી કે અર્થ વ્યવસ્થા ડૂબી રહી છે કે ફરીથી વિકાસ કરી રહી છે. ????????
જો તમે સ્થાનિક ચેનલો જોશો, તો તમને એવું લાગે છે કે કોરોના વાયરસને કારણે આવતીકાલે દુનિયા સમાપ્ત થઈ રહી છે અને હવે કોઈ વસ્તી બાકી રહેશે જ નહીં. ????
જો તમે રસ્તા પર જાઓ છો, તો તમે ઘણા બધા લોકોને અને ટ્રાફિકને જોશો અને તમને લાગશે કે કોઈ સમસ્યા જ નથી અને વાયરસ જેવું કંઈ છે જ નહીં …
જો તમે વોટ્સએપ વાંચશો તો તમે જોશો કે દુનિયા દરેક સંભવ સમસ્યાઓનો સામનો કરી રહી છે, અને દરેક સમસ્યાનું સમાધાન પૂરું પાડવા માટે એક નિષ્ણાત પણ હાજર છે. ????
જો તમે ઉપરોક્ત બધાને વાંચશો તો – તમે મૂંઝવણ પડી જશો. ????
તેથી કંઇપણ વાંચશો નહીં – ફક્ત તમારી પત્ની સાથે સમય પસાર કરો – તેના ઉપદેશો, પ્રવચનો સાંભળો, તેની સલાહને અનુસરો અને તે જે કહે તે કરો. સુખી જીવનનો આ એક જ માર્ગ છે!!! ????????
જનહિતમાં જારી!
Click here to read more jokes.
????????????????