સ્પેસ ટ્રાવેલ્સ ની ઓફિસમાં ગુજ્જુભાઈ ની કોમેડી

ગુજ્જુભાઈ ની કોમેડી

સ્પેસ ટ્રાવેલ્સ ની ઓફિસમાં ગુજ્જુભાઈ ની કોમેડી

દુનિયાના અબજોપતિઓ હવે લાખો કરોડો ડોલરની ટિકીટ લઈને સ્પેસમાં ફરવા જવાના છે ! ધારો કે એ ‘સ્પેસ ટ્રાવેલ્સ’ની ઓફિસમાં આપણો કોઈ ગુજ્જુભાઈ જઈ ચડે તો શું સવાલો કરે ।…

  • ત્યાં ઉપર શું જોવા જેવું છે ?
  • ગાઇડ મળશે કે બધું જાતે જ જોવાનું છે ?
  • સ્પેસ-શીપમાં ચા-નાસ્તામાં શું છે ? બધું વેજેટેરીયન જ છે ને ?
  • ઘેરેથી થેપલાં ને છુંદો લાવ્યા હોઈએ તો નાસ્તામાં કેટલા ડોલર ઓછા કરશો ?
  • ફેમિલી ટુર ખરી ? કેટલા દિવસ અને કેટલી રાતનું પેકેજ છે ? કઈ હોટલમાં ઉતારો આપશો ?
  • વિન્ડો સીટના એકસ્ટ્રા લાગશે ?
  • રિટર્ન ભાડું હોય તો ઓછા નહીં કરો ?
  • સ્પેસ-શીપમાં પિક્ચર કેટલાં બતાડો છો ?
  • વચમાં ક્યાંક એકી-પાણી માટે તો ઊભા રાખશો ને ?
  • જોડે રસોઈયો નથી રાખતા ?
  • ડ્રીંક્સમાં કઈ કઈ બ્રાન્ડ છે ?
  • એર હોસ્ટેસના ફોટા જોવા મળશે ?
  • જે સ્પેસ-સૂટ પહેરવા આપશો એ તો પછી ઘરે જ લઈ જવાનો ને ?
  • એ પાછો આપીએ તો કેટલા ડોલર પાછા આપો ?
  • ટિકીટમાં કંઈ ઓછું થાય એવું નથી ?
  • રોકડેથી પેમેન્ટ કરીએ તો કેટલા ઓછા કરો ?
  • પાછા રીટર્ન આવવાની ગેરંટી તો ખરી ને ?
  • વીમો તમે ઉતારો છો કે એ ય અમારે ઉતારવાનો ?
  • મારો સાળો વીમા એજન્ટ છે, એ ઉતારે તો ચાલે ?
  • કોની કોની જોડે સેલ્ફી લેવા મળશે ?
  • મુકેશ અંબાણીએ કઈ તારીખનું બુકિંગ કરાવ્યું છે ? એ અમારા સગામાં થાય હોં ?
  • કંઈ જોખમ જેવું લાગે તો મહા મૃત્યુંજયના જાપની ચોપડી રાખી છે ? કે સીડી વગાડો છો ?
  • જરા પાયલોટ જોડે વાત કરાવો ને ? ના ના, આ તો ખાલી પૂછવું છે કે રસ્તો તો સારો છે ને ?
  • અચ્છા, છેલ્લો સવાલ… જો હું તમને દસ ઘરાક લાવી આપું તો મને ‘કમિશન’ કેટલું આપશો ?

😂🤣😂🤣🤗🤗

કેવી લાગી ગુજ્જુભાઈ ની કોમેડી ? આવા જ મજેદાર જોક્સ વાંચવા માટે અહીં ક્લીક કરો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *