વિરુદ્ધ આહાર વિષે આયુર્વેદિક અભિગમ
વિરુદ્ધ આહાર વિષે આયુર્વેદિક અભિગમ
ગુજ્જુમિત્રો, આજે હું તમને વિરુદ્ધ આહાર વિષે એ બધું જ જણાવવા માગું છું જેમાં તથ્ય છે અને જે આયુર્વેદ શાસ્ત્ર દ્વારા પ્રમાણિત છે. આ લેખ વાંચ્યા પછી તમારે આ વિષય પર બીજું કાઇપણ વાંચવાની જરૂર પડશે નહીં.
વિરૂદ્ધ આહાર એટલે શું?
શરીર માં રહેલા ત્રણે દોષ અને સાત ધાતુઓ પ્રાકૃત રીતે કામ કરે તો શરીર સ્વસ્થ રહે છે. આપણે લીધલો આહાર દોષ અને ધાતુ (રસ, રકત, માંસ, મેદ, અસ્થિ મજજા અને વિર્ય) ને પોષણ આપે છે. હવે જો શરીર માં રહેલા દોષો આહાર નાં એવા સમૂહથી કોપિત થાય અને સાત ધાતુઓ નું પ્રાકૃત રીતે નિર્માણ ન થાય તો તે શરીર માં અનેક રોગોનું કારણ બને છે, આવા આહાર ને વિરુદ્ધ આહાર કહેવાય છે.
વિરુદ્ધ આહાર થી કયા કયા રોગો થાય છે?
વિરુદ્ધ આહારથી શરીર માં અનેક રોગો થાય છે જેમાં skin diseases મુખ્ય છે. જેમાં સફેદ ડાઘ, ખુજલી, શીળસ વગેરે અને પાચન તંત્ર ના રોગો જેવાકે અજીર્ણ અપચો કબજીયાત થાય છે, તેમજ અંધાપો, નપુંસકતા, infertility વગેરે થઇ શકે છે.
વિવિધ પ્રકારના વિરુદ્ધ આહાર
વિરુદ્ધ આહારના શાસ્ત્ર માં 18 જેટલા પ્રકાર બતાવ્યા છે. કાલ વિરુદ્ધ, માત્રા વિરુદ્ધ, સંયોગ વિરુદ્ધ, દેશ વિરુદ્ધ, કૃમ વિરુદ્ધ, સંસ્કાર વિરુદ્ધ વગેરે….ઠંડી ઋતુ માં ઠંડી અને રુક્ષ વસ્તુ લેવામાં આવે તો તે કાલ વિરુદ્ધ છે. તેવી જ રીતે ઉનાળામાં ગરમ અને તીખી વસ્તુ લેવામાં આવે તો તે નુકશાન કરે છે.
દૂધ સાથે ખાટું ના ખાઓ
દુધની સાથે કોઈ પણ પ્રકારની ખાટી વસ્તુ વિરુદ્ધ આહાર છે. દુધ સાથે ખાટા ફળ, જેવાકે કેરી આંબલી, કોઠુ જાંબુ, પાઇનેપલ, સફરજન, દ્રાક્ષ, કરમદા, ફાલસા, દાડમ વગેરે ન લેવા જોઈએ. આ સંયોગ વિરુદ્ધ આહાર છે. સંયોગ વિરુદ્ધ આહારનું સૌથી વધારે ખવાતી કોઇ વાનગી હોય તો એ “ફ્રૂટસલાડ” અને ક્રીમ સલાડ છે. દુધ સાથે મઠ, અડદ, મગ સિવાય ના બધા કઠોળ વિરુદ્ધ છે.
વિરુદ્ધ આહાર ની લીસ્ટ
????દુધ અને લસણ
????દુધ અને ડુંગળી
????દુધ અને ગોળ
????મધ અને ગરમ પાણી
????દુધ અને આથા વાળી વસ્તુ
????દુધ અને ફરસાણ સમોસા, ખમણ વગેરે
????દુધ અને આલ્કોહોલ
????ગરમ કરેલું મધ
????ગરમ પદાર્થ સાથે લીધેલું મધ
????ગરમી કે તડકામાંથી આવીને તરત લીધેલુ મધ
????એક સરખા પ્રમાણમાં લીધેલું મધ અને ઘી
????અડદની દાળ સાથે મૂળો
????ઉપરથી છાંટેલું મીઠું
????ગરમ કરેલું દહીં
ગળી વસ્તુને પહેલાં ખાઓ
જમવાની શરુઆત હંમેશા ગળી (મીઠી) વસ્તુ થી કરવી જોઈએ જ્યારે આપણે મોટેભાગે sweet dish છેલ્લે લઇએ છીએ. જમ્યા પછી કફની વૃદ્ધિ થતી હોય છે એટલે મીઠી વસ્તુ છેલ્લે લેવાથી કફનો પ્રકોપ થઇ ને કફના રોગો થાય છે. જમ્યા પછી તીખા કડવા તુરા રસ લેવાથી કફ નો નાશ થાય છે.
દહીં સાથે વિરૂદ્ધ આહાર ન ખાઓ
ગરમ કરેલું દહીં પણ વિરુદ્ધ આહાર છે. આપણે ત્યાં વઘારેલું દહીં ખવાય છે જે નુકશાન કરે છે. દહીં અને અડદ પણ સાથે ન લેવાય……. “દહીંવડા” આનું સૌથી મોટું ઉદાહરણ છે. જે વારંવાર ખવાતા હોય છે.
જમતાં પહેલાં આટલું ધ્યાન રાખો
જમવાની ઇચ્છા ના હોવા છતાં જમવાથી પાચન સબંધી ઘણી બિમારી થાય છે. જે સારી ક્વોલિટી નું ના હોય એવું જમવાનું વિરુદ્ધ આહાર છે. જેમાં ફાસ્ટફૂડ , ડીપ ફ્રાય કરેલી વસ્તુ, ચિપ્સ વગેરે એકજ તેલ માં વારંવાર તળેલા ફરસાણ, ચાઇનીઝ ફૂડ વગેરે વિરુદ્ધ આહારનો જ એક પ્રકાર છે.
અમુક લોકો પર વિરુદ્ધ આહાર ની અસર કેમ નથી થતી?
આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણાલોકો આવો વિરુદ્ધ આહાર લેતી હોય તો પણ એમને કશું થતું નથી. તો આવો આહાર વારંવાર લેવાથી એ એમને માફક આવી ગયું હોય છે એટલે દેખીતી રીતે કંઇ થતું નથી. પણ જ્યારે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે ચોકકસ એની ખરાબ અસર બતાવે છે.
વિરૂદ્ધ આહારનો દુષ્પ્રભાવ ઓછો કેવી રીતે કરી શકાય?
- શારીરિક શ્રમ કરો
- નિયમિત વ્યાયામ કરો
- નિયમિત તેલમાલિશ કરો
ગુજ્જુમિત્રો, મને આશા છે કે આ લેખ તમને આહારની પસંદગી કરવામાં મદદ કરશે. આવા જ સ્વાસ્થ્ય સંબંધિત લેખો વાંચવા માટે અહીં ક્લીક કરો.
ઉપયોગી માહિતી
Very useful information ????????????