નિરોગી કાયા માટે જીવનમાં આટલા પરિવર્તન કરો
નિરોગી કાયા માટે જીવનમાં આટલા પરિવર્તન કરો
▪️ નિરોગી કાયા માટે ફ્રીઝ ના પાણી ની જગ્યા એ માટલાનું પાણી ફાયદા કારક છે.
▪️દાંત સાફ કરવા નમક,બાવળ કે લીમડા નું દાતણ કે આયુર્વેદિક ટુથપેસ્ટ નો ઉપયોગ કરો.
▪️આયુર્વેદિક ની દવા થી રોગ કાબુમાં આવતો હોય તો એલોપેથીક દવા નો ઉપયોગ ન કરો.
▪️ભેંશના ઘી-દૂધ ને બદલે ગાયના ઘી- દૂધનું સેવન કરો.
▪️લીલા શાક-ભાજી, કઠોળ નો રેગ્યુલર ઉપયોગ કરો.
▪️વેજીટેબલ ઘી ને બદલે ચોખ્ખા ઘી નું સેવન કરો.
▪️સિંગતેલ ને બદલે તલ તેલ સેવન કરો.
▪️ચા-કોફી ને બદલે દૂધ છાશ સેવન કરો.
▪️પામોલીન તેલ,વેજીટેબલ ઘી, ની જગ્યા એ તલનું તેલ કે સિંગતેલ નો ઉપયોગ કરો.
▪️તુવેરને બદલે મગ નું સેવન કરો.
▪️બજારુ પીણાં ને બદલે દૂધ,છાશ સેવન કરો.
▪️ખાંડ ને બદલે સાકર – ગોળ નું સેવન કરો.
▪️બટાટા ને બદલે સુરણ સેવન કરો.
▪️મરચાંને બદલે મરીનું સેવન કરો.
▪️મીઠાને બદલે સિંધવનું સેવન કરો.
▪️બહારના ખોરાકને બદલે ઘરનો ખોરાક સેવન કરો .
▪️માંસાહાર ને બદલે ફ્ળો નું સેવન કરો.
▪️મશીનના લોટને બદલે ઘંટીનો લોટ સેવન કરો.
▪️સાંજે 7 વાગ્યા પછી કદાપી ન જમો. તે શક્ય ન હોય તો હલકો ખોરાક લો.