આ જ રસ્તે એમનું ઘર આવશે, શું મને જોઈને છત પર આવશે?
આ જ રસ્તે એમનું ઘર આવશે, શું મને જોઈને છત પર આવશે?
❛❛આ જ રસ્તે એમનું ઘર આવશે,
શું મને જોઈને છત પર આવશે?
દર્દ ફૂલોનું હું સમજાવી શકું,
ખુશ્બુ લઈને ક્યારે અત્તર આવશે?
આપવાની એટલે આદત પડી,
માંગવા ક્યારેક ઈશ્વર આવશે,
લાશ સમજી ફેંકો દરિયામાં છતાં,
ડૂબશે નહિ એ તો ઉપ્પર આવશે,
નીચે ના મુકો તમારા પગ સનમ,
ફૂલો વચ્ચે ક્યાંક કંકર આવશે,
તું ભલે કિનારા કર બન્ને તરફ,
મળવા સરિતાને સમંદર આવશે,
એ ચહેરાને હું ભૂલી ના શક્યો,
નક્કી આજે સ્વપ્ન સુંદર આવશે,
આ રીતે ઉપકાર ના કર એ ખુદા,
પાછો મારા પગમાં પથ્થર આવશે,
ને કહો તો હું વલોવું આંખ, પણ
ઝેર પીવા પાછા શંકર આવશે ?❜❜