પત્નીને ખુશ રાખવાના ૨૫ ઉપાયો

ગુજરાતી હાસ્ય લેખ

અહીં પત્નીને ખુશ રાખવાના ૨૫ ઉપાયો બતાવ્યા છે…જે જનહિતમાં જારી છે!!!

  1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો
  2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો
  3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો
  4. “તારી વાત સાચી છે” આ વાક્ય દિવસમાં દસ વાર કહો.
  5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)
  6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો
  7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો
  8. એની મમ્મીની રસોઇના વખાણ કરો
  9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદીજ લાગે છે”
  10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે
  11. ટીવી જોતી વખતે અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો.
  12. “તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામાં ઓછુ એક વાર કહો
  13. તમારી વાત ટુંકમાં કરો.
  14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબીવાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાંસુધી રાહ જુઓ,
  15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો.
  16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.
  17. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.
  18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!
  19. અનુપમા અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો અનુપમા ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે.
પત્નીને ખુશ રાખવાના ઉપાયો
પત્નીને ખુશ રાખવાના ૨૫ ઉપાયો
  1. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!
  2. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)
  3. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ”
  4. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો”
  5. બેડરુમમાં બામની વાસ સહન ના તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.
  6. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે; દાળ પાણી જેવીહોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી .. બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.

નોંધ:

૧) આ ઉપાયો અંગે લખનાર કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો આ અંગેકોઈ પણ પ્રકારની તકરાર કરાવી નહિ.

૨) આ ઉપાયો મેં અજમાવેલા છે કે નહિ તેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બે વકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ મારી પાસે છે.

૩) ઉપરના ઉપાયો પર પિષ્ટપેષણ કરી સમય બગાડવો નહિ. એટલા સમયમાં પત્ની ની ઘણી સેવા થઈ શકે છે.

૪) કુંવારાઓ માટે શું? એવા વાહિયાત સવાલો અહી ન કરવા.

પારસી ભાષા માં વાંચો પારસી બાવા ની આપવીતી!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *