દીકરી સાસરે જાય ત્યારે સાચી સલાહ આપો
સાસરે કેવી રીતે રહેવું તેના વિષે દીકરીને સાચી સલાહ આપો
આજે આપણે દીકરી માટે સાસરુ કેવું શોધી એ છીએ??
બધું સુખ હોય- પૈસાદાર હોય- જમાઈ સંસ્કારી હોય- ભણેલો હોય. દેખાવડો હોય- સારા પગારની નોકરી કે સારો ધંધો હોય.- નિર્વ્યસની હોય. અને- એકનો એક હોય. છતાં જેના દીકરા અને વહુ જેની દીકરી અને જમાઈ એમનાં પરીવારમાં સંપ ન હોય અને કોઈ કારણ સર અલગ રહેતા હોય અને ક્યારેક તો કજીયાથી કંટાળીને જીવનભર છુટા પડવા ની નોબત આવે છે તેના માટે જવાબદાર કોણ?? દીકરો કે દીકરી???? દીકરાનાં માતા – પિતા કે દિકરીનાં માતા-પિતા ?
એક દિકરી એ તેના પિતા ને પ્રશ્ન કર્યો
એક દિકરી એ તેના પિતા ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે??
તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો. હા બેટા. તું અહીયા શું છે?? તો દિકરી એ જવાબ આપ્યો. હું અહીંયા દિકરી છું. તો તેના બાપે કહ્યું કે બેટા અહીં તો તું દિકરી જ છે પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવા ની છે.
૧) પત્નિ
૨) દિકરી
૩) મા
૪) ભાભી
૫) જેઠાણી કે પછી દેરાણી
૬) પુત્રવધુ
આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણાં સાચવશે પણ ખાલી તારી સાસરી પક્ષના માણસો સાથે તારો વહેવાર કેવો છે તે ઉપર બધો આધાર છે. બીજું કે અહીં તો મેં તને ૨૨ કે ૨૫ વરસ સાચવી એટલે અહીં તો ટૂંકા સમય માટે જ હતી બેટા એ ઘર તો તને આખી જિંદગી નું નામ આપે છે તો ત્યાં તારે બધાને સાચવવાના છે. જો તું સાચવીશ તો જરૂર એ તને ૧૦ ગણું સાચવશે.
દીકરી સાસરે જાય ત્યારે પિતાની સલાહ
બેટા જો કોઈ ને કહેતી નહીં હું જે કહુ છું તે સાચું છે. તારે જિંદગી માં દુ:ખી ના થવું હોય તો તેનો મંત્ર છે. આખા જીવન ભર દુ:ખ નહી આવે. તો દિકરી એ કહ્યું : એવું શું છે પપ્પા?? તરત જ પિતા એ કહ્યું કે
૧) પિયર ઘેલી ના થતી
૨) તારી મમ્મી નુ ક્યારેય ના સાંભળતી
મમ્મી ઓ એ થોડું સમજવા ની જરૂર છે
સાસરે જાય ત્યારે આજની મમ્મી ઓ દિકરી ના સુખી સંસાર માં દખલગીરી કરી ને શું સાબિત કરવા માંગે છે એ નથી સમજાતું. અગર તમે દિકરી ના ઘર માં દખલગીરી કરશો તો તમને ફાયદો શું થવાનો છે?? આમ કરવા થી ઉલટા નું છૂટું કરવા ની નોબત આવે છે
અને પછી બન્ને પક્ષના વડીલો ની સહમતી થી આપસી લેણદેણ પતાવીને છુટું થાય છે.
હવે દિકરી ના માતાપિતા વળી પાછો કોઈ નવો મુરતિયો શોધવાના કામે લાગી જાય છે. હવે એમાં તકલીફ એ થાય છે કે પહેલી વાર માં જેમ મનપસંદ મુરતિયો મળ્યો હતો એ હવે બીજીવાર માં થોડું-ઘણું જતું કરવું પડે છે અને પછી શરૂ થાય છે
“ઘરસંસાર ભાગ ૨”.
હવે તો દિકરી ના બીજીવાર ના લગ્ન હોય એટલે નથી દિકરી કંઈ બોલી શક્તિ કે નથી દિકરી ની મમ્મી “ઘરસંસાર ભાગ ૨”.
માં દખલગીરી કરી શકતી. ત્યારે સમજાય છે કે આના કરતાં તો “ઘરસંસાર ભાગ ૧” એકદમ સારું હતું પણ હવે શું થાય હવે તો નીભાવ્યે જ છૂટકો છે
એટલે મારી માતા ઓને ખાસ બે હાથ જોડી ને વિનંતી છે કે દિકરી ની સગાઈ આપણાં બધા ની સહમતી થી જ કરીએ છીએ. આપણું કામ ફક્ત દિકરી ને સારું સંસ્કારી સાસરૂ શોધી આપવા નું હોય છે પછી પોતાનો ઘરસંસાર કઈ રીતે ચલાવવો એ દિકરી ઉપર છોડી દઈશું તો દિકરી પણ સુખી અને આપણે પણ સુખી બાકી દખલગીરી જ કરવી હોય તો
“ઘરસંસાર ભાગ ૨” માં પણ સુખી નહીં રહે.
ઘણાં લોકો તો આવી ખોટી સલાહ આપે …
૧) સવારે વહેલા નહી ઉઠવાનું
૨) કામ ઓછું કરવાનું
૩) સાસુની બધી વાત નહીં માનવાની
૪) જેઠાણી નણંદ નું બિલકુલ સહન નહી કરવાનું
૫) કુમાર ને કહેવાનું કે દર રવિવારે બહાર હોટલ માં જમવા લઈ જાય
૬) દર વર્ષે બહાર ફરવા લઈ જાય
વગેરે વગેરે
મારૂં કહેવાનું એજ છે કે આટલી દખલગીરી કરીને આખરે નુકશાન અને સહન કરવા નું તો દિકરી ને ભાગે જ આવે છે. તો મારી દરેક દિકરી ઓ ને બે હાથ જોડી ને વિનંતી છે કે તમારા ઘરસંસાર માં સુખી રહેવું છે કે દુઃખી?? અગર ઘરસંસાર માં જો સુખી રહેવું હોય તો તમારે થોડું કડક થવું પડશે કે જો પોતાની મમ્મી ઓ આવી રીતે દખલગીરી કરે તો કડક શબ્દો માં કહી દેવું કે
૧) મમ્મી હવે હું મોટી થઈ ગઈ છું
૨) હું હવે પરણી ગઈ છું
૩) મારે સાસરી માં મારા ઘર શું કરવું
અને શું ન કરવું એ બધું હવે મારા પર છોડી દો
આટલા શબ્દો દિકરી ઓ બોલશે તો મને નથી લાગતું કે કોઈ દિકરી ના ઘરસંસાર માં વિધ્નો આવી શકે.
સાસરું એક નવો પરિવાર છે
પતિ, સાસુ, સસરા, દાદા દાઈ, નણંદ, જેઠ, જેઠાણી, દિયર, દેરાણી ફઈ, ફુવા બધાં ને પોતાના સમજી બધાં સાથે બેસી ને ખુલ્લા દિલ થી વાત કરતી રહેજે. તારા જીવન માં દુ:ખ ભગવાન ક્યારે ય પણ નહીં લાવે, તો બોલ બેટા અહીંયા સારું કે સાસરીયું સારું?? દિકરી તરત બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમ નું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઇ રહે તે જ મારો પરીવાર અને એ જ આજ પછીનાં મારા સાચા માતા – પિતા છે અને દિયર મારો નાનો ભાઇ છે. જેઠ મારા મોટા ભાઇ સમાન અને બાપ સમાન છે. દેરાણી મારી નાની બહેન સમાન છે. જેઠાણી મારી મોટી બહેન સમાન છે અને માં સમાન છે અને નણંદ મારી બેસ્ટ ફ્રેન્ડ છે.
હા પપ્પા મને તો અહીં કરતાં ત્યાં ધણું ફાવશે. હું આખી જિંદગી આ શીખામણ યાદ રાખીશ કે આપણું ઘર આપણે જ સાચવવા નું છે આપણા પિયરીયા એ નહીં. જે મજા સંપી ને રહેવા માં છે તે અલગ રહેવા માં નથી. દરેક દીકરી ને સાસરે જાય ત્યારે આવી સલાહ મળે તો કોઈ દીકરીનાં જીવન માં દુઃખ આવે જ નહીં.