આપણી જીવનશૈલી સુધારો, પશ્ચિમના દેશોની નકલ ના કરો
આપણી જીવનશૈલી સુધારો, પશ્ચિમના દેશોની નકલ ના કરો
ગુજજુમિત્રો, આપણા પાસે ભારતીય સંસ્કૃતિ નો ખજાનો છે. પ્રાચીન સમય થી ભારતીય જીવનશૈલી હમેશા મનુષ્ય માટે લાભદાયક રહી છે. પણ આપણે તોએ પશ્ચિમી દેશોની નકલ કરવામાં સંકોચ નથી કરતાં. યૂરોપીયન લોકોની ઘણી બધી મજબૂરી હોય છે, પણ આપણે ભારતીય લોકોની અજ્ઞાનતા ના કારણે એમની જીવનશૈલી આપણાં દેશમાં આવી ગઈ છે. આપણી જીવનશૈલી આખા દુનિયામાં શ્રેષ્ઠ છે.
(1) આઠ મહિનાની ઠંડીને લીધે, કોટ્સ-પેન્ટ પહેરવા યુરોપિયની મજબૂરી છે, અને લગ્નના દિવસોમાં ભર ઉનાળામાં કોટ્સ અને ટાઈ પહેરવા, એ આપણું ભારતીય નું અજ્ઞાન છે.
(2) તાજા ખાદ્યપદાર્થોની અછતને લીધે, પિઝા, બર્ગર, સડેલા લોટના નૂડલ્સ ખાવાનું યુરોપની જરૂરિયાત અને મજબૂરી છે, અને છપ્પન ભોગ એકબાજુ મૂકી રૂપિયા 400/- નો સળેલો રોટલો (પીઝા) ખાવા આપણું ભારતીયોનું અજ્ઞાન છે.
(3) તાજા ખોરાક, શાકભાજીના અભાવને કારણે ફ્રીઝનો ઉપયોગ, યુરોપની મજબૂરી છે અને તાજી શાકભાજી બજારમાં રોજ મળવા છતાં અઠવાડિયુ ફ્રીઝમાં શાકભાજી સડવા રાખવા આપણુ ભારતીયોનું અજ્ઞાન છે.
(4) ઔષધિઓના અજ્ઞાનના અભાવને કારણે, પ્રાણીઓના માંસમાંથી દવાઓ બનાવવી, તેમની મજબૂરી છે અને આયુર્વેદ જેવી મહાન દવા હોવા છતાં, અંભક્ષ્ય દવાઓનો ઉપયોગ કરવો, આપણું અજ્ઞાન છે.
(5) પૂરતું અનાજ ન હોવાને કારણે પ્રાણીઓનું માંસ ખાવા, યુરોપની મજબૂરી છે અને 1600 જાતોના પાક હોવા છતાં, સ્વાદ માટે હાનિકારક પ્રાણીઓ મારીને ખાવાનું, આપણી અજ્ઞાનતા છે, દંભ છે.
(6) લસ્સી, છાશ, દૂધ, જ્યુસ, શિકંજી વગેરેનો અભાવ હોવાને કારણ તેઓ કોલ્ડ ડ્રિંક્સ પીવાની યુરોપને ફરજ પડે છે અને આપણે ત્યાં 36 પ્રકારના પીણાં છે, છતાં કોલ્ડડ્રિંક્સ નામનું ઝેર પિયને પોતાને આધુનિક માને છે, આપણું અજ્ઞાન છે
વિનંતી : બધી વસ્તુઓ માં વિદેશ નું આંધળુ અનુકરણ ના કરો, હકીકત જાણો પછી સ્વિકાર કરો,ભારતીય સંસ્કૃતિ અનોખી, પ્રાચીન અને મહાન છે, આપણે સાથે મળીને આપણી સંકૃતિને જાણીએ, સાચવીએ.