શું તમને ઘેલી ડોશીનું માંકડું ગમે છે?
શું તમને ઘેલી ડોશીનું માંકડું ગમે છે?
ઘેલી ડોશીએ એક પાળ્યું’તું માંકડું,
નાના શા કાન, લાંબી પૂંછડી જી રે !
ડોશી એ નામ એનું પાડ્યુ તું રામલો,
ખાવા દેતી ખીર રાબડી જી રે !
એક દિન રામલો પોઢયો પથારીએ,
તડકા ચડ્યા ન, તોય ઉઠ્યો જી રે !
ખવડાવા ખીર ડોશી આવીને ઓરડે,
જુવે તો રામલો માંદો જી રે !
ઓ રે ઓ વૈદરાજ ! ફી નો લો રુપીયો ,
માંદો પડયો છે મારો રામલો જી રે !
ડોશી લઇ જાય ઘેર દવા નો બાટલો ,
જોવે તો ખાટલો ઠાલો જી રે !
ઓરે ઓ રામલા કરતી પોકારતી ,
ડોશી દોડી એને ગોતવા જી રે !
થાકી વળીને ઘેર જુવે તો રામલો ,
બેઠો પિપૂડી વગાડવા જી રે !
લાવીને લાકડી જુએ તો રામલો,
ખીર લઇ ચાટવા બેઠો જી રે !
થાકી તુટીને ડોશી પડી પથારીએ,
નિરાતે શ્ર્વાસ ઘડી લેવા જી રે !
જાગીને જુએ તો ઊભો છે રામલો,
દવાનો બાટલો પાવા જી રે !
- રમણલાલ સોની (શું તમને ઘેલી ડોશીનું માંકડું ગમે છે?)