તમે કરો તો લીલા અમે કરીએ તો ભવાઈ?
તમે કરો તો લીલા અમે કરીએ તો ભવાઈ?
નાનો માણસ દેવું કરે તો ‘દેવાળિયો’…
અને મોટો માણસ દેવું કરે તો ‘ડિફોલ્ટર’ !
🤔😀
નાનો માણસ ધંધો ચાલુ કરે તો ‘ગલ્લાવાળો’…
અને મોટો માણસ બિઝનેસ ચાલુ કરે તો ‘એન્ટરપ્રોન્યોર’ !
🤔😀
નાના માણસો ટીકા કરે તો ‘પંચાતિયા’…
અને મોટા માણસો કોમેન્ટ કરે તો ‘ઓપિનિયન’ !
🤔😀
નાના માણસો ઉપવાસ કરે તો ‘ધાર્મિક અંધશ્રદ્ધા’…
અને મોટા માણસો ભૂખ્યા રહે તો ‘ડાયેટ કંટ્રોલ’ !
🤔😀
નાનો માણસ સલાહ આપે તો ‘દોઢ ડાહ્યો’…
અને મોટી સેલિબ્રિટી એકાદ બ્રાન્ડનું નામ પણ બોલે તો ‘ઇન્ફ્લુએન્સર’ !
🤔😀
નાનો માણસ પત્ની ને ઘરમાં મદદ કરે તો ‘બૈરીનો ગુલામ’…
અને મોટો માણસ વાઈફને કિચનમાં હેલ્પ કરે તો ‘જેન્ડર ઇક્વાલિટી’ !
🤔😀
નાના માણસો સડક પર ગાળાગાળી કરે તો ‘અસભ્ય’…
અને મોટા લોકો ઓટીટી પ્લેટફોર્મ પર ગંદી ગાળો વાળી વેબસિરીઝ જુએ તો ‘ફ્રીડમ ઓફ એક્સપ્રેશન !
🤔😀
નાના માણસો વરઘોડામાં નાચે તો ‘સડકછાપ’…
અને મોટા માણસો ગમે ત્યારે જાહેર જગ્યામાં અચાનક નાચવા માંડે તો ‘ફ્લેશ-મોબ’ !
🤔😀
નાના માણસો મંદિરના ઓટલે માઇક ગોઠવીને ભજન કરે તો ‘ઘોંઘાટ’…
અને મોટા નબીરાઓ કાન ફાડી નાંખે એવા સ્પીકરો ગોઠવીને ફેમસ સિંગર પાસે રાગડા તણાવે તો એ ‘મ્યુઝિક કોન્સર્ટ’ !
🤔😀
અને હા, નાનો માણસ માસ્ક વિના ફરે તો 1000 રૂપિયા દંડ…
પણ મોટો માણસ માસ્ક વિના સભાઓ ભરે તો ‘પાર્ટી લીડર’ !
એટલે જ આપણી કહેવત કે તમે કરો તો લીલા અમે કરીએ તો ભવાઈ.
🤔🤔😀
Also read : વેરીકોઝ વેઈન્સ : પગમાં દેખાતી જાંબલી નસો નો ઘરેલુ ઉપચાર