વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ?

ગુજજુમિત્રો, વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ એ એક એવો પ્રશ્ન છે જે અવારનવાર લોકો મને પૂછતાં હોય છે. વાત બહુ મહત્ત્વની છે કારણકે જો વજન જરૂર કરતાં વધારે હોય તો શરીર રોગનું ઘર બને છે, હ્રદય નબળું પડે છે, અને આયુષ્ય ટૂંકું થાય છે.
આયુષ્ય લાંબુ કરવા શું કરવું જોઈએ?
કાચબા 300 વર્ષથી વધુ ઉંમરના જીવે છે. ખિસકોલીનું આયુષ્ય માત્ર બે વર્ષનું છે. કૂતરાનું સરેરાશ આયુષ્ય 13-15 વર્ષની વચ્ચે હોય છે. ધ્યાનમાં રાખો કે જેનો શ્વાસ ઝડપથી ચાલે છે તેનું આયુષ્ય ટૂંકું છે અને જેના શ્વાસ ધીમે ચાલે છે તેનું આયુષ્ય લાંબુ છે. ખેર, આપણે તો વાત કરીએ છીએ કે વજન ઘટાડવા શું કરવું જોઈએ. મિત્રો એના માટે તમારે તમારી જીવનશૈલી બદલવી પડશે.
સ્થૂળતા ઘટાડવા માટે અશ્વગંધાનો ઉપયોગ કરો
અશ્વગંધા ના બે પાન લઈને પેસ્ટ બનાવો. તેને સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે પીવો. અશ્વગંધા તણાવના કારણે થતી મેદસ્વિતા ઘટાડવામાં મદદ કરે છે. આત્યંતિક તણાવના સમયમાં, કોર્ટિસોલ નામનું હોર્મોન વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. જેના કારણે ભૂખ વધુ લાગે છે. સંશોધન મુજબ, અશ્વગંધા શરીરમાં કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે.ધાણા ફુદીનાની ચટણી જમવાના અડધા કલાક પહેલા નવશેકા પાણીમાં લો.

વજન ઘટાડવા માટે તમારી જીવનશૈલી બદલો
૧. સવારે ઉઠો, ફરવા જાઓ અને કસરત કરો.
૨. સૂવાના બે થી ત્રણ કલાક પહેલા ખોરાક લેવો જોઈએ.
૩. રાત્રિભોજન હલકું અને સરળતાથી સુપાચ્ય હોવું જોઈએ. સંતુલિત અને ઓછી ચરબીવાળો ખોરાક લો. (એક ચપાતી, વધુ શાકભાજી)
૪. રાત્રે દાળ, દહીં, કાકડી ન ખાવી.
૫. વજન ઘટાડવા માટે આહાર યોજનામાં પોષક તત્વોનો સમાવેશ કરો.જેમ કે 6 થી 8 કલાક પલાળેલી મગફળી, ગાજર. (શિયાળામાં ખજૂર)
૬. જમ્યાના એક કલાક પછી, રાત્રે સૂતા પહેલા ઈસબગૂલ ની છાલ એક ગ્લાસ પાણી સાથે લો, ત્યાર બાદ કંઈપણ ખાવું નહીં.
૭. ધ્યાન રાખો કે જેટલું વધારે પેટ સાફ તેટલું વજન ઓછું થશે.
Also read : બધાં સૂકા મેવામાં સૌથી વધારે ગુણકારી અંજીર ના અગણિત ફાયદા