ચાર ધામ ની યાત્રા માં ભારતના કયા તીર્થ સ્થાનો નો સમાવેશ થાય છે?
ચાર ધામ ની યાત્રા માં ભારતના કયા તીર્થ સ્થાનો નો સમાવેશ થાય છે?
ગુજજુમિત્રો, ભારત ની ચાર દિશામાં ચાર ધામ આવેલા છે અને તેની યાત્રા કરવાનો ખૂબ મહિમા છે. ભારતની ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર, પૂર્વમાં પુરી અને પશ્ચિમમાં દ્વારકા નામના પ્રસિદ્ધ તીર્થો નો આમાં સમાવેશ થાય છે.
- બદ્રીનાથ ધામ : દિશા – ઉત્તર, ઉત્તરાખંડ, મૂર્તિ: વિષ્ણુ
- રામેશ્વર ધામ : દક્ષિણ માં, તમિલનાડુ, મૂર્તિ: શિવલિંગ
- જગન્નાથ પુરી ધામ : પૂર્વમાં, ઓરિસ્સા, મૂર્તિ: વિષ્ણુ અને સુભદ્રા અને બલભદ્ર
- દ્વારકા ધામ : દિશા – પશ્ચિમ, ગુજરાત, મૂર્તિ: ભગવાન કૃષ્ણ
ચારધામ ની યાત્રા કરવાનું ધાર્મિક કારણ
કહેવાય છે કે ભગવાન વિષ્ણુ પોતાના વિવિધ અવતારમાં, રામેશ્વરમમાં સ્નાન કરે છે, બદ્રીનાથમાં ધ્યાન કરે છે, જગન્નાથ પુરીમાં ખાય છે, દ્વારકામાં સૂવાનું પસંદ કરે છે. આદિ શંકરાચાર્યએ ચારધામની મહિમાનો પ્રચાર કર્યો હતો. હિંદુ માન્યતા અનુસાર ચાર ધામની યાત્રાનું ઘણું મહત્વ છે. આ ચાર ધામ અતિ પવિત્ર છે અને મોક્ષ આપનારો કહેવાય છે. જે ચાર ધામ ની યાત્રા કરે છે તે જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય છે અને અંતે તે મુક્તિ મેળવે છે.
દરેક ભારતીયે કરવી જોઈએ ચાર ધામની યાત્રા
ચાર ધામોને ચારે દિશામાં રાખવા પાછળનો સાંસ્કૃતિક ધ્યેય એ હતો કે તેમના દર્શનના બહાને ભારતના લોકો ઓછામાં ઓછું આખું ભારત જોઈ શકે. તેઓ વિવિધતા અને અનેક રંગોથી ભરેલી ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય. તેથી મિત્રો, તમારા દેશની સંસ્કૃતિ અને પરંપરાઓ જાણો. ધ્યાનમાં રાખો કે સદીઓથી લોકો આસ્થાથી ભરેલા આ ધામોની મુલાકાતે જતા રહ્યા છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, પરિવહન અને સુવિધાના માધ્યમોમાં વિકાસને કારણે ચારધામ યાત્રા સરળ બની છે.
Also read : “મારા પાકીટમાં રૂપિયા કોણે મૂક્યા?” – પિતા પુત્ર નો પ્રેમ