દરેક ઘરમાં જોવા મળતી સૂંઠ ના સત્તર ફાયદા

સૂંઠ ના ફાયદા

દરેક ઘરમાં જોવા મળતી સૂંઠ ના સત્તર ફાયદા

સૂંઠનો શબ્દકોષિય અર્થ થાય શુધ્ધિ કરનાર. સૂંઠનું એક સંસ્કૃત નામ છે વિશ્વભૈષજ (”વિશ્વેશાં સર્વેશાં રોગાણાં પ્રાય: ભૈષજ્યમ્” એટલે વિશ્વના લગભગ બધાં જ રોગોનું જે ઔષધ છે.) આવી વિરલ સૂંઠ આદુની સુકવણી કર્યા પછી પ્રાપ્ત થાય છે. સૂંઠ સ્વાદે તીખી પણ પાચન પછી મધુર છે. એ બળ આપનાર, કફનો નાશ કરનાર, હૃદયની કાર્યક્ષમતા વધારનાર અને શરીરના વિવિધ અંગોમાં થતો દુ:ખાવાને દૂર કરનાર છે. શિયાળાની સખત ઠંડીમાં નિત્ય સેવન કરવા લાયક સૂંઠ અને આદુના ઔષધિય ઉપયોગો આ પ્રમાણે છે.

(૧) સ્ત્રીઓના કમરના દુ:ખાવામાં – ગોખરૂ અને સૂંઠનો ઉકાળો દિવસમાં બે વખત લેવો.

(૨) કમળા (JAUNDICE) માં – રોગ મટયા પછી રહેતી અશક્તિ, અરૂચિ અને ફિકાશ પર ગોળ અને સૂંઠ સમભાગે સવારે નરણાં કોઠે લેવાં.

(૩) ઝાડા વાટે કાચો આમ કે અપાચ્ય ખોરાક જતો હોય, ઝાડામાં ચીકાશ રહેતી હોય તો – સવારે હાજત ગયા પછી ગરમ પાણી સૂંઠ ઉમેરી લેવું.

(૪) પેટ ના રોગો (IRRITABLE BOWEL SYNDROME) અને ગ્રહણીમાં એક ગ્લાસ ખૂબ વલોવેલી પાતળી મોળી છાશમાં આશરે પાંચ ગ્રામ સૂંઠ ઉમેરી લેવી. મરડો કે કોલેરા હોય તો સૂંઠનું ઉકાળેલું પાણી દિવસમાં ચાર-પાંચ વખત લેવું.

(૫) પેશાબ વાટે લોહી પડતું હોય તો બકરીના દૂધમાં સૂંઠ, સાકર અને ઈલાયચી ઉમેરી લેવું.

Ginger benefits

(૬) શ્રમ કર્યા પછી લાગતો થાક અને અશક્તિને કારણે થતાં હાથ, પગ કે કમરના દુ:ખાવામાં સૂંઠના ચૂર્ણની ઘર્ષણપૂર્વક ચઢતા ક્રમે માલીશ કરવી.

(૭) કાનમાં ચસકા મારતા હોય તો ગરમ પાણીમાં સૂંઠ, હળદર અને નમક ખદખદાવી કાનની ફરતે (બહારના ભાગમાં) જાડો લેપ કરી રાખવો.

(૮) હેડકી આવતી હોય અને અટકતી ન હોય તો સૂંઠ અને ગોળના હુંફાળા પાણીના બે-બે ટીપાં નાકના બંને છીદ્રોમાં પાડવા (માથું નીચેની તરફ ઢળતું રાખવું.)

(૯) જૂની હઠીલી શરદી જેમાં કફ પડતો ન હોય અને ભરાઈ રહેતો હોય, માથું ભારે લાગતું હોય, આળસ અને તંદ્રા રહેતી હોય તો સૂંઠનું બારીક ચૂર્ણ સુંઘવું. (આમ કરવાથી છીંકો આવી જમા થયેલો કફ બહાર નીકળશે અને માથું હલકું થશે.)

(૧૦) શરીરના કોઈપણ ભાગમાં ચેપ (ઈન્ફેક્શન) હોય અને તેના કારણે ઝીણો તાવ રહેતો હોય તો ખોરાકમાં ખટાશ અને ગળપણ બંધ કરી લાંબા સમય સુધી સૂંઠનું ઉકાળેલું પાણી સવારે નરણાં કોઠે લેવું.

(૧૧) હૃદયની કાર્યક્ષમતા મંદ પડી હોય, હૃદયને લોહી ઓછું પહોંચતું હોય તેમણે સૂંઠ, ગંઠોડા અને ગોળની રાબ અલ્પ માત્રામાં ઘી ઉમેરી સાંજના સમયે લેવી.

Dry ginger

(૧૨) જે વ્યક્તિઓથી ઠંડી સહન થતી ન હોય, શરીરમાં ધૂ્રજારી-કમકમા રહેતાં હોય, પવન સહન થતો ન હોય, હાથ-પગમાં કળતર રહેતી હોય તેવી વ્યક્તિઓએ સૂંઠ, ઘી અને ગોળ સમભાગે મેળવી, ચણા જેટલી ગોળીઓ બનાવી નિત્ય દિવસમાં ત્રણથી ચાર વખત સેવન કરવા યોગ્ય છે.

(૧૩) હિમોગ્લોબીન ઘટતું હોય અને ઔષધિઓ લેવાં છતાં પણ રક્તમાં એનું પર્યાપ્ત પ્રમાણ જળવાતું ન હોય તો તાંદળજો, મેથી કે સૂવાની ભાજી રાંધી એની ઉપર સૂંઠ ભભરાવી રોટલી સાથે લેવી. રક્ત અલ્પતાને કારણે આંખના પોપચા પર રહેતાં સોજા, શ્રમ કરવાથી ચઢતો હાંફ (શ્વાસ) પર પણ આ પ્રયોગ અક્સીર છે.

(૧૪) વીંછી કે ઝેરી જીવજંતુ કરડે, ઝેર ચઢે અને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળવી મુશ્કેલ હોય ત્યારે સૌ પ્રથમ સૂંઠ સુંઘાડવી. એમ કરવાથી ઝેરની ઉગ્ર અસર નહિ થાય.

(૧૫) વારંવાર ચઢી આવતી ખાંસીમાં, ઊંટાટિયું (WHOOPING COUGH) કે દમ-સસણીમાં આદુનો રસ અને મધ બે-બે ટીપાં મેળવી ચાટવું. આ ચાટણના અડધો કલાક પહેલાં અને પછી અન્ન-જળ લેવું નહિ.

(૧૬) શ્વેતપ્રદર (લ્યુકોરિયા) – ચોખાના ઓસામણમાં ચપટી સૂંઠ ઉમેરી લાંબા સમય સુધી સેવન કરવું.

(૧૭)પ્રસુતિ પછીની અશક્તિમાં ઘી, ગોળ અને ઘઉંના લોટનો શીરો સૂંઠ ઉમેરી ખાવો.

Also read : વાયુ, પિત્ત અને કફના સંતુલનનું ગૂઢ રહસ્ય જાણો સરળ ભાષામાં!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *