મખાણા ખીર બનાવવાની સરળ રીત
મખાણા ખીર બનાવવાની સરળ રીત
પ્રોટીન યુક્ત મખાણા આજકાલ ખૂબ જ પ્રચલિત થઈ રહ્યા છે. ઘણીવાર એવો વિચાર આવે છે કે આ આરોગ્યકારી વસ્તુને ખાવી કેવી રીતે? ચાલો આજે હું તમને મખાણા ખીર બનાવવાની સરળ રીત જણાવું.
જરૂરી સામગ્રી :
૧. દૂધ ૧ લીટર
૨. મખાણા ૧૦૦ ગ્રામ
૩. ડ્રાય ફ્રુટ
૪. કેસર ઈલાયચી
૫. ખાંડ
૬. ઘી
મખાણા ની ખીર બનાવવાની રીત :
સૌ પ્રથમ એક પૅનમાં ઘી લગાડી દૂધ ઊકળવા મૂકવું.બીજી બાજુ એક પૅન માં એક ટેબલસ્પૂન ઘી માં ધીમા તાપે મખાણા સાંતળી લેવા.
મખાણા ઠંડાં થાય એટલે મિક્સર માં અધકચરા દળી લેવા.ત્યારબાદ તેને ઉકળતા દૂધ માં નાંખી હલાવતા રહેવું.પછી તેમાં કેસર ઈલાયચી ઉમેરવા.
ત્યારબાદ એક વાટકી (સ્વાદ અનુસાર) ખાંડ ઉમેરી મીડીયમ આંચ પર થોડીવાર ઉકાળવા દો. ઠંડી થાય એટલે ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી પીરસો. ચિલ્ડ મખાણાં ખીર વધુ સ્વાદિષ્ટ લાગશે
નોંધ : મખાણા ફરાળ માં પણ વાપરી શકાય છે અને હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે.