શું ખાવું આરોગ્ય માટે સારું છે – કિવિ કે ચીકુ?
શું ખાવું આરોગ્ય માટે સારું છે – કિવિ કે ચીકુ?
ગુજજુમિત્રો, હાલમાં મેં એક લેખ વાંચ્યો જેમાં પ્રાણજીવન કાલરિયા એ એક બહુ સરસ પ્રશ્ન નો ઉત્તર તારક અને તથ્ય ના આધારે આપ્યો. ઘણીવાર લોકો ને થાય છે કે વિદેશી ફળ લાગતું ચીકુ કરતાં કિવિ આરોગ્ય માટે વધારે સારું છે અને એટલે કે વિદેશ માં લોકો તેનો ખૂબ જ ઉપયોગ કરે છે. આને કારણે નાના બાળકો ની મમ્મીઓ ઘણા પૈસા ખર્ચીને કિવિ ખરીદે છે અને પરાણે પોતાના બાળકો ને ખવડાવે છે.
કિવિ અને ચીકુ નો તફાવત
હવે મિત્રો, વાત કરીએ તથ્યની. કિવિ અને ચીકુ બંને સરખા દેખાવના ફળ છે. કિવિ અંડાકાર હોય છે તો ચીકુ ગોળ કે અંડાકાર પણ હોય છે. બંનેનો રંગ બદામી સરખો છે પણ કિવિની છાલ પર રેષા જેવા વાળ હોય છે આથી છાલ કાઢીને ખવાય છે, જયારે ચીકુને ધોઇને છાલ સાથે ખાઇ શકાય છે. કિવિમા થોડી ખટાશ છે તો ચીકુમાં વધુ મીઠાશ છે.
આયુર્વેદ પ્રમાણે શું વધારે સારું – ચીકુ કે કિવિ?
ચીકુ કરતા કિવિની કિંમત ડબલ કે ચારગણી હોય છે, માટે શ્રીમંતો ચીકુની જગ્યાએ કિવિ ખાય છે. કિવિ સારા છે, પણ આયુર્વેદક દ્રષ્ટિએ જોતાં ચીકુ ખુબ જ સારા ગણાય. ચીકુ શીતળ, ઋચિકર અને અત્યંત મધુર છે. તે જવરહર અને પિત્તશામક છે. આંતરડાની શક્તિ વધારે છે. વિર્યવર્ધક છે, દર્દી માટે પથ્ય ખોરાક છે. હૃદય તથા રકતવાહિનીઓ માટે અત્યંત લાભદાયક છે. લોહીની ખામી દૂર કરે છે.
કિવિ ના ગુણ અને અવગુણ
કિવિ વેલ છે, જયારે ચીકુ વૃક્ષ છે. કિવિ મોટાભાગે શિયાળામાં જોવા મળે છે, જયારે ચીકુ બારેમાસ મળે છે. કિવિ ગુજરાતમાં થતાં નથી, જયારે દક્ષિણ ગુજરાતના ચીકુ આખું ભારત ખાય છે. કિવિમાં નર અને માદા વેલા અલગ હોય છે. કિવિ ખાવાથી બાળકોમાં ઘણીવાર ખંજવાળ અને મોઢા પર સોજાઓ જેવી એલર્જિક અસરો થાય છે.
મોંઘા ફળ નો ઉત્તમ વિકલ્પ છે દેશી ફળ
મોંઘું એટલે વધુ સારું એવી દેખાદેખી છોડી કાજુ-બદામના બદલે મગફળી, સફરજનના બદલે જામફળ, પાઇનેપલને બદલે પપૈયું, લીચીના બદલે શેતૂર, ચેરીના બદલે ચણીબોર, ડ્રેગનફ્રુટને બદલે ઘીતેલા અને કિવિના બદલે ચીકુ ખાવાની મારી સલાહ છે.
Also read : લોહીની સગાઈ કે માણસાઈ? : અમદાવાદ હોસ્પિટલમાં બનેલી સત્યઘટના