કોરોનાકાળ ની બીજી લહેર સમયે ભગવાનને પ્રાર્થના
કોરોનાકાળ ની બીજી લહેર સમયે ભગવાનને પ્રાર્થના
હે પરમપિતા પરમેશ્વર !
કોરોનાકાળ ની બીજી લહેર સમયે ભગવાનને મારી પ્રાર્થના છે કે …..હે પ્રભુ ! જરા ધીમે … તમારા પવિત્ર હાથોની માટીથી બનેલાં આ રમકડાં ક્યાંક ટૂટી ન જાય !! થોડીક મહેરબાની અને દયા કરજો !!
અમે જાણીએ છીએ કે વર્તમાન પરિસ્થિતિ માટે અમે જ જવાબદાર છીએ …અમે અમારી જાત ને સર્વશક્તિમાન હોવાનું નિરર્થક ઘમંડ કરી બેઠા.
દરેક પવિત્ર ધર્મ સ્થાન ઉપર અમે રાજકારણ રમીએ છીએ ……….
હક્ક નું છોડી બીજાની થાળી નું પણ છીનવી લેવા ની નીચ હરકતો કરતા પણ શરમ સંકોચ નો અનુભવ કર્યો નથી…….
લાગણી ના સંબંધો હોય ત્યાં પણ સ્વાર્થ માટે કાંચીડા ની જેમ કલર બદલતા અમે વાર લગાડી નથી
પણ આ પ્રકાર ની વિકૃત રમતો રમતાં રમતાં હું એ તો ભૂલી ગયો હતો કે તમે અંતર્યામી અને કણ કણ માં વસો છો.
કોની બાજી ક્યારે ઊંધી વાળવી અને કોની ચતી કરવી એ તમારા થી વધારે કોણ જાણતું હોય ?
ખિસ્સામાં રૂપિયા થી ભરેલ પાકીટ હોવા છતાં ખિસ્સામાં માંથી ગોતી ને ગોલખ માં રૂપિયા નો સિક્કો મુક્તા અંદર થી દાનવીર કર્ણ જેવો અનુભવ અમે કરતા…આવી ભાવના ને કારણે જ આજે અમે લાખો રૂપિયા ના હોસ્પિટલો ના બિલો ચૂકવી રહ્યાં છીએ.
જાણતા અજાણતા હે પ્રભુ અમે તમારી મજાક કરવા નું પાપ કર્યું હોય તો બે હાથ ત્રીજું મસ્તક તમારા ચરણ માં ઝુકાવી માફી માંગીએ છીએ ..
મંદિરો ના દરવાજા બંધ કરી તમે સીધી જ રીતે અમારી સામે અણગમો વ્યક્ત કરી દીધો છે…
આપ આપવા બેસો ત્યારે છપ્પર ફાડીને આપો છો .. અને લેવા બેસો ત્યારે છાતી ઉપર પગ રાખી…હિસાબ માંગો છો ..હે પ્રભુ અમને બાળક સમજી આ વખતે માફ કરી દો .. અમે તમને સમજવા માં ભૂલ કરી બેઠા છીએ ….
હે પ્રભુ ! બધા ને સહ-પરિવાર સ્વસ્થ અને સુખી રાખજે.. હોસ્પિટલો ને ખાલી કરી નાખ દરેક સ્વજનો ની આંખો ના આંસુ લૂછી ફરીથી અમારું જીવન આનંદ કિલ્લોલ કરતું કરી દે…..
લી.
સદાય આપના તરફ મીટ માંડી રાખતા,
તારા ભૂલકાં……….
Also read : શું તમે ઘરડા મા-બાપ ની મમતા ને લાયક છો? – એક નવલિકા