શોલે ના ડૉ.ગબ્બરસીંગ પાસે છે કોરોના નો ઈલાજ!
શોલે ના ડૉ.ગબ્બરસીંગ પાસે છે કોરોના નો ઈલાજ!
કોરોના 2020 માં આવ્યો..કોરોના નો ઈલાજ 1975 માં વૈદરાજ ગબ્બરસીંગજીએ શોલે માં આપેલો.
તેઓએ તેના સ્ટાફ ને કોરોનાની આફત આવે તે પહેલાં જ કહી રાખેલું કે, “જો ડર ગયા, સમજો મર ગયા”.
વૈદરાજ ગબ્બરસિંગજી પોતે અને સ્ટાફના માણસોને ચંબલના જંગલોમાં ક્વોરેન્ટાઈન રાખતા હતા.
તેઓ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરતા હતા અને કમ્પાઉન્ડર સાંભાભાઈ સહીતના માણસો એક બીજાથી દુર ટેકરીઓ પર બેસતા.
માસ્ક (બુકાની) પહેરતા. જરુરી હોય તો જ રામગઢ જઈને અનાજ વગેરે લઈ આવતા. બાકી બિનજરૂરી બહાર ન નીકળતા.
જય અને વીરૂ પણ એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે બાઈકની એક જ સીટ પર નહિ પણ બાજુમાં સાઈડ-કાર માં અલગ અલગ બેસતા.
લોકોની ભીડથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે વીરૂ પણ પાણીની ટાંકી પર ચડીને બેસતો.
ઠાકુરને હાથ વારેવારે સેનીટાઈઝ ન કરવા પડે તે માટે ઠાકુરને નિ:શુલ્ક સર્જરી પણ વૈદરાજે કરી આપેલી.
અસરાનીજી પણ આધે ઇસ તરફ અને આધે ઉસ તરફ એમ કહી સોશ્યલ ડિસ્ટન્સીંગ રખાવતા!
એક ખાલી સુરમા ભોપાલી જ માણસોને ભેગા કરીને નિયમ-ભંગ કરતો.
????????????????????????