આપણે ‌હિસાબમાં કાચા છીએ સાહેબ

આપણે ‌હિસાબમાં કાચા છીએ સાહેબ

આપણે ‌હિસાબમાં કાચા છીએ સાહેબ

આપણે ‌હિસાબમાં કાચા છીએ..કારણકે લાખો રૂપિયા ખર્ચીને ઘરનું ઇન્ટિરિયર ડેકોરેશન કરાવીએ છીએ પણ એની ચમક જાળવી રાખવા ઝાપટ ઝૂપટ  કરનારી બાઈને કે પંખા લૂછી આપનારને આપણે દિલ ખોલીને મહેનતાણું નથી આપી શકતાં.

આપણે હિસાબમાં કાચાં છીએ..કારણકે મંદિરે જતાં સો રૂપિયાની નાળિયેરની કે પ્રસાદની થાળી જરૂર લઈ ભગવાનને રાજી કરવાનો ઢોંગ કરીએ છીએ પણ રોજ આપણી કચરાપેટી સાફ કરનાર સફાઈ કામદારને વાર-તહેવારે 50 રૂપિયા આપતાં આપણાં હાથ અચકાય છે.

આપણે હિસાબમાં કાચાં છીએ..કારણ કે ફેરિયા પાસે કેળાં ચીકુ લેતાં રૂપિયા 100ના 80 કરાવવાની જીદ કરીએ છીએ. જ્યારે મોલમાંથી વાસી ફળો લગાડેલા લેબલનો ભાવ આપીને ખરીદી લાવીએ છીએ અને ગર્વ અનુભવીએ છીએ.

આપણે હિસાબમાં કાચાં છીએ..કારણકે ઘરમાં હજારો રૂપિયાના ખર્ચે રંગકામ કરાવતાં હોઈએ ત્યારે દસથી પંદર દિવસ આપણી વચ્ચે રંગકામ કરતાં  મજૂરોને ચા પીવડાવતાં કે બક્ષિસ તરીકે સો રૂપિયા આપતાં આપણું ખિસ્સું થડકાર અનુભવે છે.

આપણે હિસાબમાં કાચાં છીએ..કારણકે લાખો રૂપિયાના ખર્ચે વિદેશી ટૂર પર જતાં કામની કે નકામી ખરીદી પર હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ પણ એ ગાળા દરમિયાન કામવાળીનો પગાર વિના ખચકાટ કાપી નાખીએ છીએ. જાણે એણે કહ્યું હોય આપણને ટૂર પર જવા!

આપણે હિસાબમાં કાચાં છીએ ..કારણકે જન્મદિવસે કેક મોં પર લગાડી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ તો કરીએ છીએ પણ આવી મોંઘી કેક જેના માટે એક સ્વપ્ન સમાન છે એવી ઘરની કામવાળીને એક ડબ્બો ભરીને આપવા વિશે  આપણે વિચારતાં નથી.

આપણે હિસાબમાં કાચાં છીએ..કારણકે ઘરમાં પૂરતું તાજું ખાવાનું હોય તોય કામવાળીને આપણે શોધીને વાસી રોટલી ,ભાત કે બ્રેડ આપીએ. પણ ખાધેપીધે સુખી એવાં સગાં સ્નેહીઓને આગ્રહ ( દુરાગ્રહ) કરી ખવડાવીએ છીએ.

આપણે હિસાબમાં કાચાં છીએ..કારણ કે હાઇવે કે સિગ્નલ પર ફૂલ- ફળ અથવા અનેક નાની મોટી વસ્તુઓ વેચનાર ગરીબ ફેરિયાઓ સાથે  આપણે ભાવતાલ કરવાનું ચૂકતા નથી. ઘેર આવી આ “વ્યાજબી” ભાવે લીધાંનો  ગર્વ કરી પોરસાઈએ છીએ. પણ હોટેલમાં મોટાંમસ  બિલ ચૂકવતી વખતે કોઈ ભાવતાલ નથી થતો. ઉપરથી  એની ચર્ચા કરી” શ્રીમંતાઈ” નો ઝંડો લહેરાવીએ છીએ.

આપણે હિસાબમાં કાચાં છીએ..બ્રાન્ડેડ જૂતાં કે સેન્ડલ હજારો રૂપિયા ચૂકવીએ છીએ પણ એ જૂતાંને  રીપેર કરાવતાં કે  પોલીશ કરાવતાં મોચી સાથે અચૂક રકઝક કરીએ અને પૈસા ચૂકવતાં. આવી તો કેટલીયે નાની-મોટી વાતો —જેના હિસાબમાં આપણે કાચાં છીએ.

એકવાર જરૂર આ વાત પર વિચાર કરજો સ્વજનો અને મિત્રો સાથે ‌એની ચર્ચા કરજો અને પછી હિસાબ માંડજો. ખાતરી છે કે ભલભલા એકાઉન્ટન્ટના હિસાબ કાચાં પડશે… ચાલો જોવા માંડો તમારી હિસાબપોથી!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *