ગુજરાતના ભૂલાયેલા કાઠિયાવાડી શબ્દો
ગુજજુમિત્રો, ગુજરાત એક રાજ્ય છે પણ તેમાં આવેલા જિલ્લા એક એક પ્રાંત જેવા છે. દરેક ની અલગ બોલી, અલગ સંસ્કૃતિ. આવી જ એક જાજરમાન સંસ્કૃતિ છે, કાઠીયાવાડ ની. કાઠીયાવાડ ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તાર ને કહેવામાં આવે છે. તેની મીઠી બોલી અને માયાળું લોકો જગ વિખ્યાત છે. તેનું અસલ સાદું અને સ્વાદિષ્ટ ભોજન ગુજરાતની ઓળખાણ સમાન છે. ચાલો આજે ગુજરાતના ભૂલાયેલા કાઠિયાવાડી શબ્દો નો પરિચય આપું.
- ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)
- મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)
- શિપર ( સપાટ પથ્થર )
- પાણો ( પથ્થર)
- ઢીકો (ફાઇટ મારવી)
- ઝન્તર (વાજિંત્ર)
- વાહર (પવન)
- ભોઠું પડવું ( શરમાવું )
- હટાણું ( ખરીદી કરવા જવું )
- વતરણું ( સ્લેટ ની પેન)
- નિહાળીયા (વિદ્યાર્થી )
- બોઘરૂં ( દૂધ છાશ નું વાસણ )
- રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)
- નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)
- ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)
- ખોળ ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)
- ખાહડા ( પગરખાં)
- બુસ્કોટ ( શર્ટ )
- પાટલુન ( પેન્ટ)
- ભીસ્કુટ ( બિસ્કીટ )
- ફારશયો ( કોમેડિયન )
- ફારસ ( કોમિક )
- વન્ડી ( દીવાલ )
- ઠામડાં ( વાસણ )
- લેવકળો ( માગ માગ કરનાર )
- ભેરુ (દોસ્ત )
- ગાંગરવુ (બુમાબુમ કરવી)
- કાંઠાળો ( હાઈટ વાળો )
- ડણક ( સિંહ ની ત્રાડ)
- બકાલુ (શાક ભાજી )
- વણોતર ( નોકર)
- ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)
- રાંઢવુ ( દોરડું )
- દુઝાણુ (દૂધ દેતા પશુ રાખવા )
- પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )
- અડબાવ (ખોટું ઉગેલું ઘાસ)
- દકતર (સ્કૂલ બેગ)
- પેરણ (પહેરવેશ ખમીસ)
- ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)
- બાક્સ (માચિસ )
- નિહણી ( નિસરણી)
- ઢાંઢા ( બળદ )
- કોહ ( પાણી સિચ્ચાંઈ માટે નું સાધન)
- વેંત (તેવડ)
- હડી કાઢ (દોડાદોડ)
- કળી ( ઝીણા ગાઠીયા )
- મેં પાણી ( વરસાદ )
- વટક વાળવું
- વરહ (વર્ષ,)
- બે ખેતર વા ( દુરી નું એક માપ)
- વાડો
- ૧ ગાવ (અંતર)
- બાંડિયું
- મોર થા ( આગળ થા)
- જિકવું
- માંડવી(શીંગ)
- અડાળી( રકાબી)
- સિસણ્યું
- દા આવવો (દાવ આપવો લેવો )
- વાંહે (પાછળ)
- ઢીસ્કો ( ઠીંગણા)
- બૂતાન (બટન)
- બટન( સ્વીચ )
- રેઢિયાર (ધણી ધાણી વગર)
Visit Gujjumitro daily for new post!