દૂધમાં ચોળેલી રોટલી ની રેસિપી!!!!

દૂધમાં ચોળેલી રોટલી ની રેસિપી!!!!
મારી ધર્મપત્નીએ દૂધમાં રોટલી ચોળીને, એ ફોટો ફેસબુક પર મુક્યો..તો દૂધમાં ચોળેલી રોટલી ની રેસિપી પુછાશે એવુ એણે સ્વપ્ન માં પણ વિચાર્યું નહોતુ. પણ નીચેની Comments વાંચીને આંખે અંધારા આવી ગયા.
1) દૂધ ગાયનું કે ભેંસનું લેવાનુ ?
2) રોટલી હાથે ચોળવાની કે Grinder માં?
3) એક રોટલી માટે કેટલુ દૂધ લેવાનુ?
4) દૂધમાં ખાંડ ને બદલે ગોળ ચાલશે?
5) એક રોટલી ચોળવા માટે કેટલી ચમચી ખાંડ લેવાની?
6) દૂધ ઠંડુ લેવાનું કે ગરમ?
7) રોટલી ને બદલે ભાખરી ચાલે?
8) રોટલી તાજી જોઈએ કે વાસી?
અને અમુક તો જબરજસ્ત ભણેશરીઓ. ????????
1) રોટલી માટે લોટ તૈયાર લેવાનો કે ઘઉં દળાવવાના ?
2) રોટલી ઘડી વાળી કે ફુલકા?
3)રોટલી રસોઈ વાળા બેન બનાવે તો ચાલશે કે ?
????????????????????????????????
Read more jokes here.