સરળ વિચારધારાથી સમસ્યા નું સમાધાન કરો

સામાન્ય વિજ્ઞાન ના સવાલ જવાબ

સરળ વિચારધારાથી સમસ્યા નું સમાધાન કરો

એક રાજ્યમાં એક પરાક્રમી અને હોંશિયાર રાજા રાજ કરતો ‘તો. તે રાજા નિઃસંતાન હતો. અનેક વૈદ્ય અને હકીમોના પ્રયત્નો છતાં તેને સંતાનસુખ પ્રાપ્ત ન થયું. ઢળતી ઉંમરના લીધે તેને રાજ્યના ભાવિ ઉત્તરાધિકારીની ચિંતા થવા લાગી. તેથી તેણે રાજ્યના કોઈ યોગ્ય નવયુવાનના હાથમાં બાગડોર સોંપવાનું નક્કી કર્યું.

Padma 4

ભાવિ ઉત્તરાધિકારીની યોગ્યતાના પરીક્ષણ માટે રાજાએ એક પરીક્ષાનું આયોજન કર્યું. આ માટે તેણે એક શાનદાર મહેલ તૈયાર કરાવ્યો અને તેના દરવાજા ઉપર એક ગણિતનું સમીકરણ લખ્યું.

પછી આખા રાજ્યમાં જાહેરાત કરાવી કે જે કોઈ યુવક આ ગણિતનું સમીકરણ હલ કરશે તેને આ મહેલ ભેટ આપવામાં આવશે અને સાથે તેને આ રાજ્યનો ઉત્તરાધિકારી પણ ઘોષિત કરવામાં આવશે.

ઘોષણા સાંભળીને તરત જ યુવાનોની લાઈન લાગી. એ નવનિર્મિત મહેલના દરવાજે લખેલ ગણિતના સમીકરણને સોલ્વ કરવા અસંખ્ય યુવાનોએ પ્રયત્નો કર્યા પણ કોઈ સફળ ન થયા. કેટલાક લોકો તો એ સૂત્રને લખીને લઈ જતા અને ઘરે જઈ સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા. પરંતુ કોઈપણ યુવકને સફળતા નહોતી મળતી.

રાજ્યના મોટા મોટા ગણિતજ્ઞો પણ એ સમીકરણને ઉકેલી ન શક્યા. જેથી રાજાએ બીજા રાજ્યના ગણિતજ્ઞો બોલાવ્યા. સવારથી તે છેક સાંજ સુધી પ્રયત્નો કરવા છતાં કોઈનાથી પણ તે સમીકરણ હલ ન થયું.

છેલ્લે અન્ય રાજ્યના બે ગણિતજ્ઞો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ગામનો એક સાવ સામાન્ય લાગતો યુવાન દૂર ઊભો રહી આ બધું સતત જોયા કરતો હતો. રાજાએ તે યુવાનને પાસે બોલાવી કહ્યું કે ‘તું કેમ પ્રયત્ન નથી કરતો?’ યુવાને કહ્યું કે ‘હું તો આ બધા વિદ્વાન લોકો પ્રયત્નો કરી રહ્યા છે તે જોઈ રહ્યો છું.’

પેલા બે ગણિતજ્ઞો સવારથી સાંજ સુધી મથ્યાથી પણ સમીકરણ સોલ્વ ન થયું. તેમના મગજમાં સતત સમીકરણ જ રમ્યા કરતું હતું. અંતે તેઓએ પણ હાર માની લીધી.

અંતે રાજાએ પેલા ગામડાના સીધાસાદા યુવાનને આમંત્રણ આપ્યું. તે યુવાન દરવાજા પાસે ધીમેથી આવ્યો અને દરવાજાને સહેજ ધક્કો માર્યો ત્યાં દરવાજો ખુલી ગયો.

Maths

દરવાજો ખુલતા જ લોકો તે યુવાનને પૂછવા લાગ્યા કે તે એવું તે શું કર્યું કે મહેલનો દરવાજો તરત જ ખુલી ગયો ? યુવાને કહ્યું કે, “જ્યારે હું ખૂણામાં બેઠો બેઠો બધા ગણિતજ્ઞોને સમીકરણ સોલ્વ કરતા જોઈ રહ્યો હતો ત્યારે જ મારા મગજમાં વિચાર આવ્યો કે આટલા બધા લોકો પ્રયત્ન કરી રહ્યા છે છતાં એ સમીકરણ સોલ્વ નથી થઈ રહ્યું, તો બની શકે કે દરવાજો ખોલવાનું કોઈ સમીકરણ જ ન હોય..! એટલે હું ત્યાં ગયો અને સૌથી પહેલા દરવાજાને ધક્કો માર્યો. દરવાજો ખુલી ગયો. કારણ કે દરવાજો ખોલવાનું કોઈ સમીકરણ જ નહોતું.”

આ સાંભળી રાજા ખૂબ ખુશ થયો અને તેણે યુવાનને મહેલની ચાવી સોંપી અને તેને રાજ્યનો ઉત્તરાધિકારી પણ ઘોષિત કર્યો.

ગુજજુમિત્રો, ઘણીવાર આપણે કોઈ એવી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ છીએ કે આપણને લાગે કે આપણા ઉપર સમસ્યાઓનો પહાડ તૂટી પડ્યો છે. પરંતુ હકીકતમાં તે કોઈ સમસ્યા હોય જ નહીં. અથવા હોય તો એ સાવ નાનકડી જ સમસ્યા હોય. પણ આપણે તેને ઉલજાવીને મોટી કરી નાખતા હોઈએ છીએ. પછીથી તે સમસ્યા પોતાની મેળે જ અથવા થોડા પ્રયત્ન માત્રથી સોલ્વ થઈ જતી હોય છે. ત્યારે આપણને અહેસાસ થાય છે કે નાનકડી સમસ્યા માટે આપણે કેટલો સમય અને શક્તિ ખર્ચી નાખ્યા..!

તેથી સમસ્યાઓ સામે આવે ત્યારે વિચલિત ન થવું. શાંતિથી તેનો હલ શોધવા પ્રયત્ન કરવો અને એમ તે સમસ્યા નું સમાધાન કરો.

Read more posts here : જીવન દર્પણ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *