ખીચડી મારી લાડકવાયી

ખીચડી મારી લાડકવાયી

ગુજજુમિત્રો, આજે હું તમને એક એવી કવિતા શેર કરી રહી છું જે કદાચ તમારા ચહેરા પર સ્મિત લઈ આવશે. રોજ સાંજે ઘરમાં બનતી ખીચડી વિષે લખાયેલી આ કવિતા મને બહુ રસપ્રદ લાગી. ખીચડી ને મોટાભાગે આપણે સાવ સામાન્ય સમજી લઈએ છીએ પણ હકીકત એ છે કે પાચનમાં સરળ એવી ખીચડી સૌથી વધારે સંતુષ્ટિ આપે છે અને પોષણ પણ. તો ચાલો વાંચીએ ખીચડી પર આ અનોખી કવિતા!

ખીચડી મારી લાડકવાયી
તૃપ્તિનો અવતાર
તને ખાઉં તો ભૂખ મટે ને
આવે અંતરનો ઓડકાર

ખીચડી મારી લાડકવાઈ..

ખીચડી તારા સ્વાદનો દરિયો
જીવનભર છલકાય
પામતા તને કઢી સાથે
પેટ ધન્ય થઈ જાય

એક જ ચમચો ઘીનો પડતા
ચમકે રૂપ અપાર
ખીચડી મારી લાડકવાઈ..

ખીચડી સાથે શાકને ખાતાં
થઈ જાય બેડો પાર
છાશની સાથે તેને ખાતાં
સુખ આપે અપાર

ખીચડી તુ તો ભોજનનો
સાચો છે આધાર
ખીચડી મારી લાડકવાઈ..

ખીચડી મારી લાડકવાઈ
શક્તિનો અવતાર
માંદા માણસને સાજા થતા
લાગે ન દીન ચાર

એક વખતમાં દેતી ખીચડી
શક્તિ તું અપાર
ખીચડી મારી લાડકવાઈ..

ઘીથી લચપચતું રૂપ જોઇ તારું
લાળ ઝરે અપાર
વખાણ તારા કરું ને ઘરવાળી
ખુશ થાય અપાર

ખુશ થઈ ઘરવાળી એમાં
ઘી નાખી દે વધાર
ખીચડી મારી લાડકવાઈ..

તારા ઉપર તેથી મને છે
હેત બહુ અપાર
ખીચડી મારી લાડકવાઈ

ખીચડી મારી લાડકવાઈ
તૃપ્તિ નો અવતાર
ખીચડી મારી લાડકવાયી
????????

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *