ઘુઘા નો નિબંધ!

ઘુઘા નો નિબંધ!

ઘુઘા નો નિબંધ!

ગુજજુમિત્રો, એકવાર એક શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે ભાખરા નાંગલ ડેમ ઉપર નિબંધ લખો. સૌથી પહેલાં આપણા ઘુઘા એ લખી દીધો. જ્યારે શિક્ષકે આ નિબંધ વાંચ્યો તો તેમણે ચક્કર આવી ગયા. કારણ જાણવા માટે વાંચો ઘુઘા નો નિબંધ!

ઘુઘો : ભાખરા નાગલ ડેમ સતલજ નદી પર છે
સતલજ નદી પંજાબમાં છે
પંજાબ સરદારો નો પ્રદેશ છે
સરદાર પટેલ પણ સરદાર હતા
એને ભારતના લોખંડી પુરૂષ કહેતા
લોખંડ ટાટા વાળા બનાવે છે
ટાટા હાથ થી કરાય છે
હાથથી તાલી વાગે છે
ઠોકો તાલી, સિંધુનું વાક્ય છે
સિંધુ એક ક્રિકેટર છે
ક્રિકેટ સિવાય ઘણે હાથ અજમાવ્યા
હાથ ક્રિકેટ સિવાય હાલ્યો નહી
હાથ કાનુનના લાંબા હોય છે
કાનુન અમારા કાકા વકીલ છે તે જાણે છે
તેને ગુલાબ બોવ પસંદ છે
ગુલાબ ત્રણ પ્રકારના હોય છે
સરબત વાળુ,ખિલવાવાળુ અને ગુલકંદ વાળુ
ગુલકંદ વાળામાં ખાંડ હોય છે
ખાંડ કીડીને બોવ ભાવે છે
કીડી ને સાપને વેર ઝેર હોય છે
સાપમાં કોબ્રા પ્રખ્યાત છે
પ્રખ્યાત સાપ આફ્રીકામાં હોય છે
આફ્રીકા યુરોપની બાજુમાં છે
યુરોપ ભુરીયાનો દેશ છે
ભુરીયા શરાબ પીવે છે
શરાબ પી ને શેર બની જાય છે
ચુમ્માલીસ શેર બરાબર એક મણ થાય
એક મણ એટલે વીસ કીલો થાય
વીસ કીલો ઉપાડવા તાકાત જોઈએ
તાકાત પંજાબીઓમાં બોવ હોય છે
પંજાબી પંજાબમાં રહે છે
અને ભાખરા નાંગલ ડેમ પંજાબમાં છે.

આવો હતો ઘુઘા નો નિબંધ!
????????????

Read more jokes here.

You may also like...

1 Response

  1. Harsh says:

    Hahahahaha! The boy deviated from the topic and later came back to it! Hahahahaha!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *