શાક માં મીઠું વધારે પડયું…
![એક સપનુ સાવ બોગસ નીકળ્યું](https://gujjumitro.com/wp-content/uploads/2020/06/Sad-woman-456x500.png)
શાક માં મીઠું વધારે પડયું…
આજ ઘર બધાના માથે ચઢ્યું,
કેમકે શાકમાં મીઠું વધારે પડયું…
કોકનુ કંઈક મોં બગડ્યું,
તો કોકે વળી અન્ન છાંડ્યુ…
ને કોક તો રીતસરનું લડી જ પડયું
કેમકે શાક માં મીઠું વધારે પડયું…
સ્હેજ ખારાશ વધી,
એમાં તો મને ય જાણે ખટાયુ…
પણ ના જાણ્યું કોઇએ,
કે કેમ કરીને આવું બન્યું…
બહુ સાચવ્યુ,
તોયે એ સાચવી ના શકી…
ને એક આંસુ,
સીધુ શાકમાં પડયું…
લાગણીની વાત ના કરશો,
સાહેબ…
અહીં તો બસ,
શાકમાં મીઠું વધારે પડયું…
લાગણી જો સમજાય
તો મન ને પૂછજો :
“ક્યાંક અન્નપૂર્ણા નું મન દુભાયું?”
…ને જો કયારેક એમ બને
તોય પ્રેમ થી જમીને
અંતર માં ખંખોળજો કે…
“કેમ શાકમાં મીઠું વધારે પડયું?”
Check more posts here.