મહેસાણી ભાષા નો શબ્દકોશ

મહેસાણી ભાષા

મહેસાણી ભાષા નો શબ્દકોશ

ગુજ્જુમિત્રો, આજે હું આ લેખમાં તમને ગુજરાતના પ્રેમાળ અને કર્મઠ મહેસાણી લોકો ની એક મજેદાર બોલી, મહેસાણી બોલી વિષે જણાવી રહી છું. આ લેખને તમે મહેસાણી ભાષા નો શબ્દકોશ માની શકો છો. જો તમને મહેસાણી ના આવડતી હોય તો આ લેખ તમારા માટે મદદરૂપ થશે અને જો તમને આવડતી હશે તો આ વાંચતાં વાંચતાં તમારા ચહેરા પર સ્મિત આવી જશે!

Book
  • હેડ ( ચાલ )
  • ચમ (કેમ)
  • ચો જવુશ (ક્યાં જવુ છે)
  • હુ (શુ)
  • ઝયડુ (કાંટાનું ઝાડું)
  • ભમરાળો (નસીબ વગરનો)
  • પણજાર્યો, ખંચેર્યો (માર પડવો)
  • રોલો, રૂંગો (ગાંડો)
  • બુશટ (શર્ટ)
  • ડોમચિયો (સાધન-સામગ્રી)
  • મોચડો (ખેતરમાં જમીનથી ઊંચે સુવાની જગ્યા)
  • શેડું (ખેતરમાં આવવા જવાનો રસ્તો)
  • બાલીકોર (બહારની બાજુ)
  • કાહયા થવુ (ગુસ્સે થવુ)
  • ડોબુ (ભેંશ)
  • રાગે-રાગે (ધીરે ધીરે)
  • દન્દુડી (પાણી ની ધાર)
  • રઘવા (ઉતાવળ)
  • નૅચર (નીચે)
  • ચાણ આયે (ક્યારે આવીશ)
  • પાલું (ગ્લાસ)
  • ભોડુ (માથું)
  • ભુડા (ભલા માણસ)
  • બાતલ (નકામો)
  • ધુશ (ધૂમ)
  • ટેટા (ફટાકડા)
  • ડખો (ઝગડો)
  • લૂગડાં (કપડાં)
  • ભંભોલો (ફુગ્ગો)
  • બોમ (બામ)
  • ધોળું-ધબ (એકદમ સફેદ)
  • ઘઇડી (ઉંમરવાળું)
  • લોબેણ (લાબું અંતર)
  • ઉપરાળુ (પક્ષ)
  • ગણગારતા (વાત ના સાંભળવી)
  • કજીયાળો ( ઝગડાખોર)
  • બુદ્ધિનો બારદાન ( ડફોળ )
  • કાહયો ( ગુસ્સાવાળો)
  • હા ખા ( શાંતિ રાખ)
  • ટોગા (પગ)
  • નેના-દયોર ( નાલાયક )
  • પોણી ( પાણી )
  • ભોય( જમીન)
  • બબુચક(ડફોળ)
  • ભેડો (નાક)
  • હાબુ (સાબુ)
  • ડાચુ ( મૉઢુ)
  • મૉચૉ (ખાટલૉ)
  • ઢેખારૉ ( પતથર)
  • ખખૉરીયુ (નાહવુ)
  • એક મેલેય (એક મારીશ)
  • ભોપાળું ( દેવાળું )
  • ડહવુ ( પીવુ )
  • લૂલો (અપંગ )
  • ખાંખા ખોળા કરવુ (ફેંદવુ )
  • હાગમટે (સહ કુટુમ્બ )
  • વેહ ( પહેરવેશ )
  • ડોગ્લુ ( ડબ્બો )
  • રમર ચકકર ( જેમ તેમ )
  • નવશેકું (સાધારણ ગરમ )
  • બોમણ (બ્રામણ )
  • હઇ (દરજી )
  • ટાઢું (ઠંડુ )
  • હેતેક નુ ( વધુ પડતુ )
  • હતપત્યુ (ઉતાવળીયુ )
  • અડવીતરું (તોફાની )
  • ઢુકડુ (નજીક)
  • બખાળો (અવાજ )
  • ચોપ ( સ્વીચ )
  • કણેક (બાંધેલો લૉટ )
  • દેવાતા ( અગ્નિ )
  • ઓદરો ( વાંદરો )
  • બલૂન (પ્લેન )
  • મેલ ન બખાળો (શાંતિ રાખને )
  • ટિચાવુ ( રખડવુ )
  • ઢેખારૉ ( પતથર)
  • ખખૉરીયુ (નાહવુ)
  • એક મેલેય (એક મારીશ)
  • પેરણ (શટ)
  • ગીલાસ (ગ્લાસ)
  • મહોતુ – પોતુ (સફાઈ નુ કપડુ )
  • મેમોન ( મહેમાન )
  • ખાહડુ ( બૂટ ચમ્પલ )
  • હહલુ (સસલુ )
  • લૉટ જવુ ( જાજરુ જવુ )
  • હોડુ ( પેટ )
  • હિસ્કારા ( ધમાલ )
  • બાટિયો ( ઠીંગનો)
  • ઠેઠા જેવી ( જાડી )
  • બોગેણું (દૂધ દોવા નું વાસણ )
  • ગમણ (ભેંસ ને ખાવા ની જગ્યા )
  • વિચિતર (અડવીતરું)
  • ઢેચન(ઢીંચણ)
  • રેદુ (પેટ)
  • બુલું (થાપો)
  • અડબોથ (લાફો મારવો)
  • પટાળો (લાકડા ની તિજોરી )
  • જોતરવું (જોડવું બાંધવું)
  • ડોયલો (દાળ કાઢવા નો ચમચો)
  • હડો (દરવાજા નો નકુચો )
  • હટાણું (ખરીદવું )
  • હાટડી (નાની દુકાન)
  • નેની (નાનું કે નાની)
  • ભડાળ્યું (માળિયું )
  • માજિયાળુ ,(ભાગીદારી માં)
  • દેરોની (દેરાણી )
  • ઢોસ્કી (નાનું માટલું)
  • ગજવું (ખિસ્સું )
  • ઓજણ (ખાટલા ની દોરી )
  • હવાડો( ઢોર નીપાણી ની જગ્યા )
  • ઘોઇજો (વાણંદ)
  • વિહોમો (વિસામો)
  • મોહણિયું (સ્મશાન)
  • લેબડો (લીમડો)
  • વલ્લો (વડલો)
  • પેપળો (પીપળો)
  • મારગ (માર્ગ રસ્તો)
  • જોનવર (જાનવર પ્રાણી )
  • રાશ કે રસ્સો (જાડુ દોરડું)
  • આભ (આકાશ)
  • ટેકણ (ટેકો લેવો)
  • પાવલી (25 પૈસા )
  • આઠઓના (50 પૈસા )
  • કમાડ (દરવાજો )
  • હોણસી (સાણસી)
  • તોહળુ( ગોળ તળિયા ની તપેલી )
  • ઓગણુ (આંગણું ,ફળિયું )
  • હાથી (સાથી મદદ કરનાર )
  • લોઢું (લોખડ )
  • નઘરોર (બેફિકર)
  • માલીપા (અંદરની બાજુ )
  • જાડી ચોબડીનો (નઠોર )
  • ચોબડી (ચામડી)
  • ઠેક લગી (ત્યાં સુધી )
  • ઢેક ઢેકાણે ( દરેક જગ્યા એ )
  • ઠેકો લેવો (કામ કરવા બાંધવું )
  • રાગ પાડવું ( ચાલતું કરવું )
  • રાગ રાગ (ધીમે ધીમે )
  • હનોન (મરણ પછી નું સ્નાન )
  • વાઢણ (ગપ્પુ મરનાર)
  • ઢેકોણ કરવું (યોગ્ય જગ્યા એ મૂકવું )
  • નાહી જવું (ભાગી જવું )
  • પુંખવું (વાવવું)
  • પોખવુ (વધાવવું)
  • ઉઠી જવું (નુકશાની કરવી )
  • ઉઠમણું (નુકશાન કરવું )
  • નવ્હડાવવું (નુકસાન કરાવવું)
  • નાગાઈ કરવી ( ખોટું કરવું)
  • પાટુડી (ઘી નું વાસણ )
  • ડોકલી (ઘી ની ચમચી )
  • તવો કરવો (માથું દુઃખાડવું)
  • બાધા (માનતા )
  • માખણ લગાવવું (લાડ કરવા )
  • ચકલી (નળ)
  • ગણકારવું (ધ્યાન આપવું )
  • ઘસલેટ (કેરોસીન)
  • એરણડ્યું (એરંડા નું તેલ )
  • કપાસિયા ( કપાસ ના બિયા )
  • ભાત લઈ જવું (ટિફિન )
  • વાળું (રાતે જમવું)
  • નાત (જ્ઞાતિ )
  • સુવાવડ (જન્મ આપવો )
  • ગોરમહારાજ (બ્રાહ્મણ પૂજારી)
  • દેવાળું (દેવું થવું)
  • ઈંઢોંણી (માથે મૂકી વજન ઉપાડવાની રિંગ)
  • લગોલગ (એકદમ નજીક થી )
  • કાથી (નારીયળના રેસા ની દોરી )
  • સુતળી (શણ ની દોરી )
  • પાલુ ,પવાલું (ગ્લાસ )
  • ગભો ( કપડાં નો ટુકડો )
  • તાવડા કરવા (બોલાચાલી કરવી )
  • ચિભડું( શકર ટેટી )
  • શેઢો (ખેતર ની પાળી).

ગુજ્જુમિત્રો, મને આશા છે કે મહેસાણી ભાષા યાદ કરીને તમને વતનની મહેક આવી હશે. વધુ રસપ્રદ લેખો વાંચવા અમારા જીવનદર્પણ વિભાગની મુલાકાત અવશ્ય લેજો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *