જાણીતી ગુજરાતી પંક્તિઓના રચયિતા

Narsinh Mehta

જાણીતી ગુજરાતી પંક્તિઓના રચયિતા

ગુજજુમિત્રો, આજે હું તમને ગુજરાતના સાહિત્ય જગતની જાણીતી ગુજરાતી પંક્તિઓ અને તેના રચયિતા વિષે જણાવી રહી છું. આ બધી પંક્તિ ગાગરમાં સાગર સમાન છે. તમને વાંચવી પણ ગમશે અને તમારા મનને તેને વાગોળવી પણ ગમશે.

૧.વૈષ્ણવજન તો તેને કહીયે
નરસિંહ મહેતા

ર.ભાષાને શુ વળગે, ભુર ? જે રણમાં જીતે રે શૂર
-અખો

૩.પ્રેમની રે વાગી કટારી પ્રેમની
-મીરાંબાઈ

૪.પાન લીલું જોયુ ને તમે યાદ આવ્યા
-હરીન્દ્ર દવે

પ.સ્વતંત્રતા કવિનો પ્રાણવાયુ છે અને સત્ય કાવ્યનો શ્વાસ છે
-નિરંજન ભગત

૬.એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી
-હરિન્દ્ર ભટ્ટ

૭.ઉંબરે ઉભી સાંભળ રે બોલ વાલમના
-મણીલાલ દેસાઈ

૮.વાહ રે માનવી, તારુ હૈયુ ! એક પા લોહીના કોગળા ને બીજા પ્રીતના ઘૂંટડા
-પન્નાલાલ પટેલ

૯.ગુજરાત તો એક ભાવનાવાદી પણ જીવંત સંસ્કારી વ્યક્તિ છે
-ક.મા.મુનશી

૧૦.વ્રજ વહાલુ રે વૈકુંઠ નહી આવું
-દયારામ

૧૧.માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે
-પન્નાલાલ પટેલ

૧ર.હરિનો મારગ સુરાનો છે…..
-પ્રીતમ દાસ

૧૩.હું માનવી માનવ થાઉ તો ઘણું
-સુન્દરમ

૧૪.કંઈ લાખો નિરાશામાં અમર આશા છૂપાઈ છે
-મણીલાલ દ્વિવેદી

૧પ.કાળજા કેરો કટકો મારો
-કવિ દાદા

૧૬.જીવન અંજલી થાજો
-કરશનદાસ માણેક

૧૭.ઘટમાં ઘોડા થનગને આતમ વિંઝે પાંખ
-ઝવેરચંદ મેધાણી

૧૮.તારી આંખનો અફીણી
-ઝવેચંદ મેધાણી

૧૯.તું શાની સાપનો ભારો, તુલસીનો કયારો લાડકડી
-બાલમુકુન્દ દવે

ર૦.જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતે
-કલાપી

ર૧.હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે
-પ્રેમળ દાસ

રર.આંધળી માનો કાગળ
-ઈન્દુલાલ ગાંધી

ર૩.જગની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વડી
-સુન્દરમ્‌

ર૪.અસત્યો માંહેથી
-ન્હાનાલાલ

રપ.મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો
-નરસિંહરાવ દિવેટિયા

ર૬.જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
-અરદેશર ખબરદાર

ર૭.વ્યકિત મટીને બનું વિશ્વમાનવી, માથે ધુર ધૂળ વસુંધરાની
-ઉમાશંકર જોશી

ર૮.જનની જોડ સખી નહી જડે રે રોલ
-બોટાદકર

ર૯.સૌદંર્ય શોભે છે સંયમ વડે
-ન્હાનાલાલ

૩૦.જય જય ગરવી ગુજરાત, દિપે અરૂણ પ્રભાત
-નર્મદ

૩૧.ગમતું મળે તો આલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરી એ ગુલાલ
-મકરંદ દવે

૩ર. ખોબો ભરીને અમે એટલુ હસ્યા, કે કૂવો ભરીને અમે રોઈ પડયા
-જગદીશ જોશી

૩૩. જીવતર મહી થોડુક જીવી, વધુ ન બગાડવુ
-હરિશ્ચંદ્ર ભટ્ટ

૩૪.જગના ઝેેરોમાં કાતિલ વેરનુ
-બાલમુકુન્દ દવે

૩પ.મને અલ્પાત્માને માપવાને માટે સત્યનો ગજ કદી ટુંકો નથાઓ
-મકરંદ દવે

૩૬.જીવન ત્રણ શબ્દોનુ બનેલુ છે માટે ત્રણ શબ્દોથી જ ફરે છે- કલા ,સૌદંર્ય અને સત્ય
-ધૂમકેતુ

૩૭. અર્થ વગરની કળા જીવનમાં ભળતી અને જીવનને શણગારતી નથી
-કાકા સાહેબ કાલેલકર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *