વરસાદને માણો પણ બીમારીને ટાળો !!
વરસાદને માણો પણ બીમારીને ટાળો
ગુજ્જુમિત્રો, ભારતમાં ચોમાસું શરૂ થઈ ગયું છે. વરસાદની ઋતુ ને માણવાની બધાની પોતપોતાની રીત હોય છે. ખાણીપીણી તો દરેક ગુજરાતીનો શોખ છે. પણ મનપસંદ ખાણીપીણીની સાથે સાથે તમારી તબિયતનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. એટલે અહી હું આ લેખમાં તમને અમુક બાબતો પર તમારું ધ્યાન લાવીને કહેવા માંગુ છું કે વરસાદને માણો પણ બીમારીને ટાળો.
ચોમાસામાં કફ, પિત્ત અને વાયુ દોષથી બચો
જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ પાંચ માસ સુધી વરસાદ અવારનવાર પડતો રહે છે. આ દરમિયાન જો ખાવા પીવા માં ફેરફાર ના કરવામાં આવે તો વાયુ અને પિત્ત ના રોગો થવાની સંભાવના વધી જાય છે. આગલા ૩ માસ માં વાયુ ના તો પાછલા ૨ માસ માં પિત્ત ના રોગો થાય છે.
ભોજનમાં ખાટો અને ખારો રસ ઉપયોગી
આ ઋતુ માં વાયુ વધતો હોવાથી તેને ઘટાડવા ખાટો અને ખારો રસ છૂટ થી ખાવો જોઈએ. સિંધવ મીઠું, લીંબુ, આમલી, આમળા, ટામેટા, છાસ, અથાણા, ચટણી વગેરે જરૂરી માત્રામાં ખાઈ શકાય. મધુર આહાર પણ વાયુ નો નાશ કરે છે તેથી ગોળ, ઘી, ઘઉં, ચોખા, તલ, તલનું તેલ, કેળા, સુકો મેવો, મીઠાઈઓ માફક આવે અને પચે એ રીતે ખાઈ શકાય.
ચોમાસામાં જઠરાગ્નિ મંદ થઈ જાય
ચોમાસામાં ભેજ ને કારણે અને વાયુ વધી જવાથી મોટે ભાગે જઠરાગ્નિ મંદ પડી જતો હોય છે. જેથી ખોરાક ગરમ ગરમ અને હળવો લેવો. રાંધેલું જ ખાવું તથા બહુ ઠાંસી ઠાંસી ને જમવું નહિ…. વાયુ નો ગુણ (સ્વભાવ) રુક્ષ, લઘુ , શીત હોવાથી તેનાથી વિરુદ્ધ ગુણ વાળો એટલે સ્નિગ્ધ-તેલ વાળો, ભારે તથા ગરમ ખોરાક સારો છે. તલ નું કે સરસવ નું તેલ , ઘી, ઘઉં, દ્રાક્ષ, ગોળ પણ સારા છે.
શું-શું ના ખાવું જોઈએ?
???????? વર્ષા ઋતુ માં વરસાદ પડવાથી તથા આકાશમાં વાદળા ઘેરાયેલા હોવાથી લીલા શાકો સુર્યપ્રકાશ ઓછો મળવાના કારણે પિત્ત કરનારા અને પચવામાં ભારે બની જાય છે. તેમાય ભાજી અને મૂળા તો ક્યારેય ના ખવાય.
???????? ચણા ની બનાવટો વાયુ કારક હોવાથી ચણા, દાળિયા, ગાંઠિયા, ભજીયા થી દુર રહેવું. વરસાદ પડે અને ફેસબુક ઉપર દાલવડા ના ફોટા જોઈને લલચાવવું નહીં !
???????? આ ઋતુ માં મગફળી નવી નવી આવે છે પણ તે પચવામાં ભારે, અગ્નિ મંદ કરનારી અને ચામડી ના રોગો કરનારી હોવાથી બહુ ખાવી નઈ…
???????? કાકડી આ ઋતુ માં ટ્રેક્ટર ભરી ભરી ને માર્કેટ માં અને હોટલો માં સલાડ માં પીરસાય છે પણ નવા પાણી માં પેદા થયેલી કાકડી ભાદરવા માં પિત્ત વધારી તાવ લાવે છે.
???????? કેળા પાકા હોય તો એકાદ બે સવારે ખાવા બાકી નહીં …
???????? હવે વારો છે મૂળા નો ..કુમળા તાજા ખાઈ શકાય, બાકી ઘરડા મૂળા તાવ લાવ્યા વગર રેશે નહીં..તેનાથી તો નસકોરી ફૂટવી,એસીડીટી થવી વગેરે પણ થઇ શકે છે…
???????? રથયાત્રા ની મોસમ માં જાંબુ કેમ ભૂલાય???? આ ફળો તુરા,રુક્ષ,અને મળ ને રોકી રાખનારા-કબજીયાત કરનારા છે.તેને વધુ માત્રા માં ખાવાથી કબજીયાત,આફરો,આચકી જેવા રોગો થઇ શકે છે બાળકો ને ખાસ લીમીટ માં આપવા.
શું-શું ખાવું જોઈએ?
બધુ ના ના ના….તો ખાવાનું શું??? મિત્રો, આ લીસ્ટ પણ લાંબુ છે.
???????? ઘઉં, ચોખા, અડદ, તલ તેલ, આદુ, લસણ, મેથી, રાઈ, અજમો, કઢી, કાળી દ્રાક્ષ, ખાટા ફળો, ઘી, દૂધ, માખણ, દીવેલ, ડુંગળી, છાસ, ગોળ, ખાંડ, સુકો મેવો, દહીં, પરવળ, પાપડ, મગ, મરી, મરચા, લવિંગ, મીઠાઈઓ, મેથી ની ભાજી-તલ તેલ માં, રીંગણ, લીંબુ, સફરજન, સૂરણ, સરગવો, સુવા, હળદર વગેરે વગેરે પાચન શક્તિ મુજબ લેવા…
???????? શરબતો પીવા ના બહુ શોખ થાય તો લીંબુ સરબત, આદુ નો રસ, સિંધવ, મધ, ધાણાજીરું , મરી નાખેલી શીકંજી અથવા આદુ-આમળા કે કોકમ નું સરબત પીવું.
ઉકાળેલું પાણી પીવો
આ ઋતુ માં નવું પાણી દુષિત હોવાથી તથા પાચન શક્તિ મંદ હોવાથી તાવ,ઝાડા,મરડો,પેટ ના રોગો વગેરે થઇ શકે છે. જેથી કાચું પાણી ન પીવું,આર્ધુ બાળેલું અને સુંઠ ના ટુકડા નાખી ઉકાળેલું પાણી જ પીવું. ઠંડા કે બરફ વાળા પીણા,ફ્રીજ નું પાણી ના પીવું…
જીવનશૈલીમાં પરિવર્તન કરો
એસી કુલર બંધ કરી દેવા, સ્વીમીંગ ના કરવું…માલીશ-શેક કરાવવા, ગરમ પાણી થી નાહવું. ઘર માં ગુગળ કે લીમડા નો ધૂપ કરવો, ગાય ના ઘી નો દીવો કરવો અને છેલ્લે ખાખરા ઘી ચોપડેલા લાવવા!
વધુ વાંચો …
ગુજ્જુમિત્રો, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે અહીં ક્લીક કરો અને સરળ ભાષામાં વાયુ, પિત્ત અને કફના સંતુલનનું ગૂઢ રહસ્ય જાણો!
બહુ જ સુંદર