લીંબુ કરતાં વધારે ગુણકારી – લીંબુની છાલ!
લીંબુ કરતાં વધારે ગુણકારી – લીંબુની છાલ!
ગુજ્જુમિત્રો, આપણે ફક્ત લીંબુના રસમાંના વિટામીન સી રહેલું છે તે જાણીએ છીએ. એનાથી વધારે લીંબુના ગુણધર્મો વિશે કાંઈ જ જાણતા નથી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે લીંબુની છાલમાં લીંબુના રસ કરતાં 5 થી 10 ગણું વધારે વિટામીન સી હોય છે. અને આપણે આ છાલ જ ફેંકી દઇએ છીએ!
શું તમે જાણો છો?
લીંબુની છાલ આરોગ્ય વર્ધક છે. એનાથી શરીરમાંના ઝેરી તત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ થાય છે. લીંબુની વનસ્પતિમાં કેટલાંય પ્રકારના કેન્સરને સાજા કરવાની ચમત્કારિક શક્તિ છે. એનો ઉપયોગ બેક્ટેરિયાના ઇન્ફેક્શન તથા ફંગસ ઉપર પણ કરી શકાય છે. શરીરમાંના પરોપજીવી જંતુઓ અને વિષાણુઓ ઉપર પણ એ અસરકારક છે.
લીંબુની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો?
લીંબુને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્રીજરમાં મૂકી દો. આઠ થી દસ કલાક પછી લીંબુ પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય એટલે છાલ સહિત એને ખમણી લો. પછી તમે જે કાંઈ ખાઓ તેના પર આ લીંબુનું ખમણ ભભરાવીને ખાઓ. છાલ સાથે થીજાવેલું લીંબુ એમાંથી કંઈપણ નકામું ન જવા દેતાં આખેઆખું વાપરવાથી અલગ સ્વાદ મળે છે. શાક, સલાડ, આઇસ્ક્રીમ, સૂપ, દાળ, નૂડલ્સ, સ્પેગેટી, પાસ્તા, સૉસ, ભાત એવી અનેક વાનગી પર નાખીને એને ખાઇ શકાય છે.
લીંબુની છાલ કેન્સરમાં પણ ઉપયોગી
વર્ષ 1970 થી ચાલી રહેલા સંશોધન બાદ એવું જાણવા મળ્યું છે કે લીંબુની છાલ 12 થી વધુ પ્રકારના કેન્સરની પેશીઓને નષ્ટ કરી શકે છે. લીંબુના ઝાડના ઔષધીય ગુણધર્મો કેન્સર પર વપરાતા ડ્રામાયસીન જેવા કેમોથેરપીમાં સામાન્ય રૂપે વપરાતા ઔષધ કરતાં 10,000 ગણા વધારે અસરકારક છે. લીંબુની છાલને કારણે કેન્સરની પેશીઓની વૃદ્ધિ ધીમી પડી જાય છે. અને બીજી આશ્ચર્યકારક વાત એ છે કે લીંબુની છાલથી માત્ર કેન્સરની પેશીઓનો નાશ થાય છે. બીજી નિરોગી પેશીઓ પર એની કોઈ વિપરીત અસર નથી થતી.
એટલા માટે, સરસ પાકેલા લીંબુ ને ધોઇ ને થીજવો અને પછી ખમણી પર છીણી લઇ રોજિંદા આહાર માં તેનો ઉપયોગ કરો. હવે તો માનો છો ને કે લીંબુ કરતાં વધારે ગુણકારી – લીંબુની છાલ!