હઠીલા રોગના આયુર્વેદિક ઉપચાર

Ayurveda remedy

ગુજ્જુમિત્રો, કેમ છો? આજે હું તમને અમુક હઠીલા રોગના આયુર્વેદિક ઉપચાર જણાવી રહી છું. આયુર્વેદ ભારતનો પ્રાચીન ચિકિત્સાશાસ્ત્ર છે. આપણાં ઋષિમુનિઓ જેઓ હજારો વર્ષો સુધી પહાડો પર કે જંગલમાં તપસ્યા કરતાં, તેમણે પ્રાકૃતિક તત્ત્વો અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને અત્યંત હઠીલા રોગના આયુર્વેદિક ઉપચાર શોધ્યા. આ ઉપચારની કોઈ આડઅસર નથી હોતી. મારી તમને સલાહ છે કે તમે તમારી એલોપેથીક દવાઓને ચાલુ રાખો અને સાથે સાથે આને પણ અજમાવી જુઓ. આયુર્વેદિક દવાઓને સમય લાગે છે પણ તે બીમારીને જડમૂળથી ઠીક પણ કરી દે છે. આ લેખ વાંચી જુઓ, બની શકે તમને કોઈ રામબાણ ઈલાજ મળી જાય.

  • અજીર્ણ – હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે – રાત્રે પાણી સાથે લેવું
  • અતિસાર – મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય.
  • અનિંદ્રા – ભેંશના દૂધમાં ગંઠોડા (પીપરીમૂળ)નું ચૂર્ણ ૧ ચમચી રોજ રાત્રે લેવું.
  • અમ્લપિત – એસિડિટી નામે પ્રચલિત આ રોગમાં રોજ સવારે ને રાત્રે એક એક ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવું . અને તીખું, તળેલું, વાસી, મેંદાનું, આથેલું બંધ કરવું.
  • અરુચિ – ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું.
  • Ginger benefits
  • અલસક – જૂની કબજિયાત – જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક માં લસણ વધુમાં વધું લેવું.
  • અસ્થિભંગ – હાંડકું ભાંગ્યું હોય ત્યારે, હાડ – વૈધની સારવાર બાદ, લાક્ષાદિગૂગળ અથવા આભાદિ ગુગળની ૨-૨ ગોળી સવારે – રાત્રે ચાવીને લેવી અને લાક્ષાદિ તેલની માલિશ કરવી.
  • આમવાત – નાનાં સાંધામાં સોજા સાથે સખત દુઃખાવો સવારે વધુ થતો હોય તેવા આમવાત (રૂમેટિઝમ)માં સૂંઠના ઊકાળામાં દિવેલ –મેળવીને લેવું અને સોજા ઉપર સૂંઠ-ગૂગળનો લેપ કરવો.
  • આર્તવદોષ – માસિક બરાબર ન આવવું, મોડું આવવું કે થોડું આવવું આ પ્રકારના માસિક ને લગતા સ્ત્રીઓના રોગોમાં કુમારી આસવ એક – એક મોટો ચમચો એટલે કે ૨૦ મિલિ સવારે – સાંજે ગરમ પાણીમાં મેળવીને લેવો. બહારના નાસ્તા બંધ કરીને. સમયસર ઊંઘ લેવી.
  • આંચકી – શુધ્ધ ટંકણખાર ૧ થી ૨ ગ્રામ ગરમ પાણીમાં કે મધમાં આપવો.
  • આંજણી – રસવંતી (રસાંજન) નો જાડો લેપ આંખો કે આંજણી ઊપર કરવો અને રોજરાત્રે ત્રિફ્ળા ચૂર્ણ લેવું.
  • ઊદરશૂળ – પેટના દુખાવામાં શિવાક્ષાર ચૂર્ણ ૨ થી૪ ગ્રામ ગરમ પાણી સાથે દિવસમાં બે – ત્રણ વખત આપવું. પેટ ઊપર શેક કરવો. અથવા અજમો અને સંચળ ને ભેગું કરીને લેવું અને હળવો ખોરાક લેવો.
  • ઉધરસ – ભોરીંગણીનો ઊકાળો બનાવીને ત્યારબાદ ઠરે ત્યારે મધ મેળવીને પીવાનું રાખવું.
  • ઉનવા – ઘી, સાકર અને એલચીના ચૂર્ણ સાથે ચંદ્રકલા રસ એક ગોળી દિવસમાં ત્રણ – ચાર વખત ચટાડવો. જેથી પેશાબમાં થતી બળતરાં – ઊનવામાં ફાયદો થશે.
  • ઊરઃક્ષત – છાતીમાં ચાંદું પડવાથી કફ સાથે લોહી પડતું હોય અને છાતીમાં દુખતું હોય તેમાં પીપળાની લાખનું ચૂર્ણ દિવસમાં બે –ત્રણ વખત મધમાં ચટાડવું.
  • ઊલટી – ક્પૂરકાચલીનું ચૂર્ણ ખૂબ થોડી માત્રામાં વારંવાર જીભ ઊપર લગાડ્યા કરવું.
  • કબજિયાત – હરડેનું ચૂર્ણ યોગ્ય માત્રામાં રોજ રાત્રે કે વહેલી સવારે હૂંફાળા પાણી સાથે લેવું.
  • કમળો – કુમળા મૂળા ખવરાવવા.
  • કર્ણરોગ – કાનનીબહેરાશ, કાનમાંથી પરુ આવવું, કાનમાંથી અવાજ આવવો, કાનમાં ખંજવાળ આવવી વગેરે કાનના તમામ રોગમાં રોજ રાત્રે સરસવ તેલના ટીંપા કાનમાં નાંખવાં.
  • કાકડા – હળદરનો તાજો પાવડર એક-એક ચમચી મધ સાથે દિવસમાં ત્રણચાર વખત ચટાડવો. હળદરના પાવડરના કોગળા કરવા તથા ગળા બહાર તેનો લેપ કરવો.
  • Turmeric
  • કૃમિ – કરમિયાં – ચરમિયાંમાં ગળપણ ખાવાનું બંધ કરાવી, વાવડિંગનું ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત આપવું.
  • કૃશતા (વજન ઓછું હોવું) – દૂધમાં પકાવેલ અશ્વગંધા ચૂર્ણની (મોટી માત્રામાં) ખીર બનાવીને સવારે – રાત્રે આપવી. તેમાં સ્વાદ માટે જરૂર પ્રમાણે સાકર નાંખવી.
  • કંઠમાળ – કાંચનાર ગૂગળની ત્રણ ત્રણ ગોળી દિવસ માં ત્રણ વખત પાણીમાં લેવી અને તેનો લેપ ગાંઠ ઉપર દિવસે કરવો.
  • કેન્સરની ગાંઠ – વરુણાદિ ક્વાથ સાથે કાંચનાર ગૂગળનો ઉપર પ્રમાણે લેપ કરવો. તથા પોઈના પણ ગાંઠ પર બાંધવા.
  • કોઢ – ચામડીનાં કોઈપણ રોગમાં મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર એક-એક ગ્રામ લેવો તથા ખેરસાર લગાડવો. તથા કોઢમાં બાવચી કે બાકુચી તેલ લગાડવું.
  • કોલેરા – પુષ્કળ પ્રમાણમાં લીંબુનાં રસ સાથે સંજીવની વટી બે- બે ગોળી આપવી.
  • ક્ષય (ટી.બી.) – બકરીનું દૂધ, માખણ, ઘી, માંસ, વગેરે ખોરાકમાં લેવાં અને તેના યોગ્ય ઔષધો સાથે લેવાં.
  • ખરજવું – લીમડાનાં બાફેલાં પાન બાંધ્યાં કરવાં અને લીમડાનો અર્ધો કપ રસ સવારે – સાંજે લેવો.
  • ખીલ – લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો.
  • ખૂજલી – સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી.
  • ગ્રહણી – કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી અર્ધો ગ્રામ સવારે – સાંજે લેવી.
  • ગાંડપણ – જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું ઘી આપવું.
  • ગૂમડાં – લીમડાનાં સૂકાં પાન બાળી, તેની રાખ લીંબોળીનાં તેલમાં મિક્સ કરીને લગાડવી, લીમડાનો રસ પણ પીવડાવવો.
  • Neem leaves
  • ગેસ- વાયુ ચૂર્ણ ૨ થી ૪ ગ્રામ પાણી સાથે દિવસમાં બે વખત લેવું.
  • ગોળો – તલના તેલમાં પકાવેલું લસણ ખાવા આપવું. પેટ પર દિવેલ ચોળી, વરાળીયો શેક કરવો.
  • ચામડીના રોગ – ચામડીના તમામ રોગોમાં લીમડો ઊકાળીને સ્નાન કરવું અને મંજિષ્ઠાદિ ક્વાથ પીવાનો રાખવો.

આયુર્વેદિક દવાઓ વિષે વધુ માહિતી માટે તમે આ લીંકને ક્લીક કરી શકો છો.

ગુજ્જુમિત્રો, જો તમે આરોગ્ય વિષે આવા જ ઉપયોગી લેખ વાંચવા માંગતા હોવ, તો અમારા તંદુરસ્તીની ચાવી વિભાગ પર જરૂરથી મુલાકાત લેજો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *