મનના ભાવ અને ગુજરાતી ફરસાણ
ગુજજુમિત્રો રેસ્ટોરન્ટ માં મેન્યૂ તૈયાર છે. તમારા મનના ભાવ જે હોય એ પ્રમાણે નીચે આપેલ ગુજરાતી ફરસાણ ખાઓ.
• ભૂલ છે તો ભજીયા છે.
• ખૂબી છે તો ખમણ છે.
• ગમ્મત છે તો ગોટા છે.
• સાલસતા છે તો સમોસા છે.
• ખામી છે તો ખાંડવી છે.
• ચિંતા છે તો ચેવડો છે.
• ભાવના છે તો ભૂસું છે.
• ભાગ્ય છે તો ભાખર વડી છે.
• ફરજ છે તો ફૂલ વડી છે.
• શક છે તો શક્કર પારા છે.
• ઢોંગ છે તો ઢોકળા છે.
• ઈર્ષ્યા છે તો ઈડલી છે.
• પ્રેમ છે તો પાતરા છે.
• સચ્ચાઈ છે તો સેવઉસળ છે.
• કૃપા છે તો કચોરી છે.
• પરોપકાર છે તો પાણીપૂરી છે.
• દિલ છે તો દાબેલી છે.
• વહાલ છે તો વડાપાંવ છે.
• બુધ્ધિ છે તો બટાકા વડા છે.
• ફજેતી છે તો ફાફડા છે.
• મન છે તો મઠિયાં છે.
• ચતુરાઈ છે તો ચોળાફળી છે.
• ભરોસો છે તો ભેળપુરી છે.
• પવિત્રતા છે તો પાંવભાજી છે.
• ગપ્પા છે તો ગાંઠિયા છે.
• રસ છે તો રગડા પેટીસ છે.
• મોહ હોય તો મુઠીયા છે.
• વહેમ છે તો વડા છે.
• સમભાવ છે તો સેવખમણી છે.
• દુવા છે તો દાળવડાં છે.
• ખુશી છે તો ખાખરા છે.
• ચીવટ છે તો ચકરી છે.
• ઉત્સાહ છે તો ઉપમા છે.
• કલ્પના છે તો કનપુરી છે.
• બરકત છે તો બટાકાપૌવા છે.
• ઈજ્જત છે તો ઈદડાં છે.
• હેત છે તો હાંડવો છે.
આથી વધારે શું જોઈએ બોલો!