ચામડી ના દારૂણ રોગ સોરાયસીસ નો ઘરેલુ ઉપચાર

સોરાયસીસ નો ઉપચાર

ચામડી ના દારૂણ રોગ સોરાયસીસ નો ઘરેલુ ઉપચાર

સોરાયસીસ (psoriasis) ચામડીનો દારુણ રોગ છે. એમાં ભયંકર ખંજવાળ આવે છે. ત્વચા પર શુષ્ક, જાડા અને ઉભા થયેલા પેચ એ સોરાયસીસના સૌથી સામાન્ય લક્ષણ છે. આ પેચો ઘણીવાર સ્કેલ તરીકે ઓળખાતા ચાંદી-સફેદ કોટિંગથી ઢંકાયેલા હોય છે, અને તે ખંજવાળનું વલણ ધરાવે છે. જ્યારે જાડી, શુષ્ક ત્વચાના પેચ સામાન્ય લક્ષણો છે, પણ સૉરાયિસસ ઘણા મોટા રોગ ના ચિહ્નો અને લક્ષણોનું કારણ બની શકે છે. શીયાળામાં એ ઉથલો મારે છે.

સોરાયસીસ નો ઉપચાર

➡️ પીપળાની છાલ સુકવી તેનું ચુર્ણ કરવું. આ ચુર્ણ બજારમાં તૈયાર પણ મળે છે. જો સોરાયસીસમાં ચામડી સુકી રહેતી હોય તો પીપળાની છાલનું ચુર્ણ કોપરેલમાં મેળવીને લગાડવું અને જો ચામડી ભીની રહેતી હોય તો ચુર્ણ ઉપરથી જ ભભરાવતા રહેવું. દીવસમાં બે-ત્રણ વખત લગાડતાં રહેવાથી ફાયદો થવાની શક્યતા છે.

➡️ સમભાગે ટર્પેન્ટાઈન અને કપુર લેવાં. ટર્પેન્ટાઈન ગરમ કરી તેમાં કપુર મેળવી શીશીમાં બંધ કરી રાખી મુકવું. દરરોજ સવાર-સાંજ આ તેલ સોરાઈસીસવાળા ભાગ પર ઘસવું.

➡️ સરખા ભાગે આમલસાર ગંધક અને કૉસ્ટીક સૉડામાં વાટેલી ખાંડ ભેળવી કાચની શીશીમાં ભરી રાખવાથી તે પ્રવાહી બની જાય છે. આ પ્રવાહી સોરાયસીસવાળા ભાગો પર થોડું થોડું દીવસમાં બે-ચાર વાર ધીરજ પુર્વક લાંબા સમય સુધી ચોપડતા રહેવાથી સોરાઈસીસ મટે છે…


ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીનું આચરણ : ૧૫ સરળ નિર્દેશો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *