સ્વાસ્થ્યના સૈનિકો – ORAC મૂલ્ય
કેમ છો ગુજ્જુમિત્રો? કોવિડ ૧૯ ના સમયગાળાએ આપણને એ વિચારવા માટે પ્રેરિત કર્યા છે કે આપણે આરોગ્યપ્રદ ખોરાક ખાઈને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીએ. ખોરાકના આરોગ્યપ્રદ હોવાનું એક માપદંડ છે, ORAC મૂલ્ય. તો આજે આપણે ખોરાકના ORAC મૂલ્ય વિષે વાત કરીશું.
ORAC ની વૈજ્ઞાનિક સમજૂતી
ORAC એટલે ઓક્સિજન રેડિકલ ઐબ્સૉર્પ્શન કેપેસિટી જેને ગુજરાતીમાં આપણે ઓક્સિજન રેડિકલ શોષણ ક્ષમતા કહી શકીએ. ORAC મૂલ્યને લેબોરેટરીના ટેસ્ટથી નક્કી કરવામાં આવે છે. તે દર્શાવે છે કે ખોરાકમાં કુલ એન્ટિઓક્સિડન્ટ ક્ષમતા કેટલી છે. એન્ટિઓક્સિડન્ટ આપણાં શરીરની નૈસર્ગિક રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
ORAC મૂલ્ય એટલે શું?
જો સરળ શબ્દોમાં કહું તો ઉચ્ચ ORAC રસી જેવું કામ કરે છે. તે દવા નથી પરંતુ બીમારી થયા પહેલા આપણાં શરીરને તૈયાર કરે છે જેથી આપણને એ બીમારી જ ન થાય. ORAC એ આપણાં શરીરમાં સૈનિકોની જેમ કાર્ય કરે છે.
ઉચ્ચ ORAC મૂલ્ય વાળા ખોરાક
જે ખોરાકનું ORAC મૂલ્ય વધારે હોય તે આપણાં માટે બહુ જ સ્વાસ્થ્યપ્રદ છે. તેથી આપણે ઉચ્ચ ORAC વાળી વસ્તુઓ અચૂકપણે ખાવી જોઈએ. જ્યારે ORAC વધારે હોય છે તો તેનો અર્થ એ છે કે તેમાં ઓક્સિજનનું વહન કરવાની ક્ષમતા વધારે છે જે આપણાં અવયવો માટે ખૂબ જ આવશ્યક છે. અને તે આપણી રોગપ્રતિકારક શક્તિ માટે વધારે ઉપયોગી છે.
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતીય મસાલામાં ORAC મૂલ્ય ઉચ્ચ માત્રામાં જોવા મળે છે. તાજાં ફળ, લીલાં શાકભાજીમાં પણ ORAC વધારે હોય છે. તુલસી, આદુ, મરી, હળદર, તજ, લવિંગ, બ્રહ્મી, અશ્વગંધા, શતાવરી, મૂળેઠી, અર્જુનરીષ્ટમ, પીપરમિન્ટ, ધાણાના બીજ, જીરું કાળા દાણા જેવા ઔષધિઓ માં ઉચ્ચ ORAC હોવાને કારણે તે વૈજ્ઞાનિકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.
ઉચ્ચ ORAC મૂલ્યની સૂચિ
લવિંગ: 314,446 ORAC
તજ: 267,536 ORAC
કોફી. : 243000 ORAC
હળદર: 159277 ORAC
કોકો: 80,933 ORAC
જીરું: 76,800 ORAC
તુલસી: 67,553 ORAC
આદુ: 28,811 ORAC
ફાયદા :
ઉચ્ચ OARC વાળા ખોરાક અને પોષક તત્વો જેમ કે આયર્ન, વિટામિન સી, ઝીંક, ઓમેગા 3, મેગ્નેશિયમ અને વિટામિન ડી આપણા શરીરની સંરક્ષણ પદ્ધતિને વેગ આપવા માટે મદદ કરે છે. તે આપણને કેન્સર, મગજના રોગો, ડાયાબિટીસ વગેરેથી બચાવે છે. તે આપણા લોહીની ઓક્સિજન વહન ક્ષમતા વધારે છે. તે કોઈપણ આડઅસર વિના સ્વ-પ્રતિરક્ષા ને મજબૂત કરે છે.
વધુ માહિતી :
ભારતીય મસાલાના સ્વાસ્થ્યપ્રદ ગુણો વિષે વધુ વિગતવાર માહિતી માટે આ લીંક પર ક્લીક કરો : ભારતીય મસાલામાં છુપાયેલું છે સ્વાસ્થ્ય સુખ