ભાવનગર વાળા એટલે ભાવનગર વાળા!
ભાવનગર વાળા એટલે ભાવનગર વાળા!
ભાઈ ભાઈ ભાવનગર વાળા એટલે ભાવનગર વાળા…!
ગામની વસ્તી નાની હોય,
આંગણિયે આવકારો હોય,
મહેમાનો નો મારો હોય,
ચા પાવાનો ધારો હોય,
વહેવાર જ્યાં સારો હોય,
રામ-રામ નો રણકારો હોય,
જમાડવાનો પડકારો હોય,
મિત્ર મંડળી જામી હોય,
બેસો તો સવાર સામી હોય,
જ્ઞાન ની વાતો બહુ નામી હોય,
જાણે સ્વર્ગ ની ખામી હોય,
વહુને સાસુ ગમતાં હોય,
ભેળાં બેસી જમતા હોય,
બોલવામાં સમતા હોય,
ભૂલ થાય તો નમતાં હોય,
છોકરાં ખોળામાં રમતાં હોય,
આવી મા ની મમતા હોય,
કોઈ વકીલ દાક્તર હોય,
ઓફીસર-પ્રોફેસર હોય,
વેપારી ને ડ્રાઈવર હોય,
કોઈ ગુણીયલ માસ્તર હોય,
વડીલો વાતો સંભળાવતા હોય,
ખોળે બેસાડી રમાડતાં હોય,
સાચી દિશા એ વાળતા હોય,
બાપાનાં બોલ સૌ પાળતા હોય,
ભલે! આંખે ઓછું ભાળતા હોય, આવાં… ઘરડાં..
ગાડાં વાળતાં હોય….
નીતિ નિયમ નાં શુધ્ધ હોય,
આવાં ઘરમાં વડીલો હોય,
માંગો પાણી ત્યાં હાજર દૂધ હોય…માનો તો ભગવાન બુદ્ધ હોય….
ખેલ-રમતો થાતાં હોય,
મહેનત કરીને ખાતાં હોય,
હેતના પાણી પાતાં હોય,
બધાં મોજ કરતાં હોય,
પાંચ માં પૂછાતા હોય,
દેવ જેવાં દાતા હોય,
પ્રેમ રંગે રંગાતા હોય,
પ્રભુ નાં ગુણ ગાતા હોય,
હેત બારે માસ હોય,
મીઠાં દૂધ ને છાશ હોય,
વાણી માં મીઠાશ હોય,
રંગે રમાતા રાસ હોય,
પુણ્ય તણો પ્રકાશ હોય,
નક્કી ઈશ્વર નો વાસ હોય,
કાચા પાકાં મકાન હોય,
એમાં ઘણી દુકાન હોય,
ગ્રાહકો નાં રૂડાં માન હોય,
જાણ્યે મળ્યા ભગવાન હોય,
સંસ્કૃતિ ની શાન હોય,
ને સુખી સંતાન હોય,
ઓશરીએ ઘર ચાર હોય,
કોઈ કોઈ ને કાર હોય,
સૌનું ભેળું જમણવાર હોય,
અતિથિ ને આવકાર હોય,
ખુલ્લાં ઘરનાં દ્વાર હોય,
તળાવ કાંઠે આરો હોય,
દીલ નો કિનારો હોય,
વહુ દિકરી નો વર્તારો હોય,
ધણી પ્રાણ થી પ્યારો હોય,
કોઈ ભલે કાળાં હોય.. એની…
રાધા ને રૂપાળાં હોય,
વાણી સાથે વર્તન હોય,
મોટા સૌનાં મન હોય,
હરિયાળાં વન હોય,
સુગંધી પવન હોય,
ગામડું નાનું વતન હોય,
ખોડીયાર માં ને શિતળા માતાજીના જતન હોય,
માનવી મોતી નાં રતન હોય,
પાપનું ત્યાં પતન હોય,
શીતળ વાયુ વાતો હોય,
ઝાડવે જઈ…અથડાતો હોય,
મોર તે દિ’મલકાતો હોય…
Also read : ગુજરાત ના નાથ દ્વારકાધીશ ની દ્વારકા નો ઇતિહાસ