આંખો અને પેટ સંબંધિત તમામ તકલીફો દૂર કરવા જાણો કોથમીર ના ફાયદા
આંખો અને પેટ સંબંધિત તમામ તકલીફો દૂર કરવા વાપરો કોથમીર : કોથમીર ના ફાયદા
કોથમીર દરેક રસોડા માં સૌથી પ્રસદ્ધ હોય છે. ભોજન બનાવવામાં દરરોજ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોથમીર દરેક શાક અને દાળ ની લિજ્જત વધારી દે છે. નાના બાળકો માટે કોથમીર અને બધા મસાલા ભેળવીને પરોઠા બનાવી જુઓ, તો તેઓ ખુશી ખુશી ખાઈ લે છે. તેનાથી ભોજન વધારે સ્વાદિષ્ટ, સુંદર અને સુપાચ્ય બને છે. મોટા મોટા વૈદ્ય નિયમિત પણે કોથમીર ખાવાનું કેમ કહે છે એ સમજવા માટે ચાલો વાંચીએ કોથમીર માં રહેલા ઔષધીય ગુણો.
તાવ ને ભગાડો
કોથમીર ગુણ માં ઠંડો અને પાચક હોય છે. વધારે ગરમી કે લૂ લાગી જવાથી અથવા ટાઈફૉઈડ થવાથી જે તાવ આવે છે, તેમાં કેટલીકવાર દર્દીઓને ૨૫ મિલી કોથમીરના રસમાં સાકર નાખીને પીવડાવવાથી લાભ થાય છે. આ ઉપરાંત શરીર ના જે ભાગ પર બળતરા થતી હોય, તેના પર કોથમીર નો રસ લગાડવાથી ગાયડો થશે.
પેટમાં બળતરા અને અતિશય એસિડિટી
ભાત બનાવતી વખતે તેના પાણીમાં બહુ બધો કોથમીર નો રસ નાંખીને ભાત બનાવો. આ લીલા ભાતમાં ઘી અને જો ભાવે તો સાકર નાંખીને દર્દીને આપવાથી ગમે તેવી એસિડિટી હોય, તેમાં રાહત મળે છે.
અરૂચિ અને ભૂખ ના લાગવી
ઘણીવાર બીમારી પૂરી થઈ જાય છે પણ કઈ ખાવા પીવાનું મન નથી થતું. એવા સમયે કોથમીર ના ૨ ચમચી રસમાં એલચી અને કાળી મરી નો પાઉડર નાંખીને દિવસ માં ૨-૩ પી જાઓ. ભૂખ લાગવા લાગશે. અથવા ડૉ કોથમીર, ફૂદીનો, કાળી મરી, સિંધણ મીઠું, આદું અને સાકર ને એક સાથે વાટીને તેમાં લીંબુ નીચવો. આ ચટણી ને ભોજનમાં સવાર સાંજ લેતા રહેવાથી ઘણો ફાયદો થશે.
આંખો ના ચશ્મા અને બળતરા માટે અકસીર
કોથમીર ને ધોઈને, વાટીને ચોખ્ખા કપડાં થી ગાળી લો. તેના એક બે ટીપાં ને આંખોમાં નાંખવાથી આંખોનું તેજ વધે છે. આંખો આવવી , આંખો ની ડ્રાઇનેસ, આંખો લાલ થવી, નાની ઉમરે ચશ્મા આવી જવા વગેરે જેવી સમસ્યા માં આ ઉપાય ખૂબ જ અકસીર સાબિત થયો છે.
પ્રેગ્નન્સી માં થતી મોર્નિંગ સિકનેસ : ઊલટી
સગર્ભાવસ્થામાં સ્ત્રીઓને સવારે ઊલટી જેવુ થાય છે અથવા ઘણીવાર અમુક પ્રકારના ખાવાની સુગંધથી પણ ઊલટી આવી જાય છે. આવા સમયે કોથમીર ના રસમાં હળવું લીંબુ નિચોવી લો. થોડા થોડા સમયે આ રસ ની એક ચમચી પીતા રહેવાથી ખૂબ જ લાભ થશે.
પેટ ની દરેક સમસ્યા નું નિવારણ
નાના બાળકો ને પેટની સમસ્યા : ઊલટી, અપચો, પેટ માં દુખાવો વગેરે જેવી સમસ્યાઓમાં કોથમીર ને વાટીને તેનો રસ નીચવી ને એક ચમચી પીવડાવી દો . આ પ્રયોગ ૬ મહિના ના બાળક થી લઈને વૃદ્ધ લોકો માટે પણ એટલો જ કારગર છે.
Also read : બિનજરૂરી ચરબીને દૂર કરવાના ૮ ઉપાય