વાળ ની સારવાર રાખવામાં આપણે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ?
વાળ ની સારવાર રાખવામાં આપણે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ?
ઘણીવાર લોકો એ પ્રશ્ન પૂછે છે કે વાળ ને લાંબા અને જાડા કરવાનો સહેલો, સસ્તો અને અચૂક ઉપાય શું છે? ખેર, હું જણાવવા માગું છું કે જો તમે ઇચ્છતા હોવ કે તમારા વાળ લાંબા અને જાડા થાય તો એ વાત પર ધ્યાન આપો કે તમારા વાળ ખરતા અટકે. વાળ જ્યારે ઊગે છે ત્યારે તે હંમેશા પાતળો હોય છે, પણ ધીરે ધીરે આપણા વાળ, ખોરાક માં રહેલા પોષકતત્ત્વોથી અને આપણે વાળ ની જે સારવાર રાખીએ છીએ, તેનાથી પોષણ મેળવે છે અને જાડો થતો જાય છે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગે છે. જો આ સમય પહેલાં જ વાળ ખરી જાય તો તે તેની જગ્યાએ ઊગતો વાળ પાતળો હોવાથી સામાન્યરીતે વાળ જાડા અને લાંબા નથી થઈ શકતા.
વાળ ની સારવાર માટે શું કરવું જોઈએ એના કરતાં આજે હું તમને એ જણાવવા માગું છું કે શું ન કરવું જોઈએ. નિષ્ણાતો કહે છે કે મોટાભાગે લોકો એવી ત્રણ ભૂલો નિયમિતપણે કરતાં હોય છે જે વાળ ના વિકાસ માટે હાનિકારક છે. શું તમે આ ત્રણ ભૂલો કઈ કઈ છે તેના વિષે જાણવા માંગો છો? તો વાંચો આગળ.
૧. વાળને કેવી રીતે ધોવા?
વાળ ને ધોવા માટે માથું નીચે કરીને પાછળ ના ભાગેથી ધોવાનું ટાળો. આનાથી વાળ ના છિદ્રો વધારે ખુલ્લા થઈ જાય છે અને વાળ જલ્દી થી ખરવા લાગે છે. તો કેવી રીતે વાળ ધોવા? તમે તમારું માથું સીધું રાખો અથવા દાઢી ઊંચી કરીને માથું પાછળની બાજુ લઈ જાઓ. જો તમે shower માં નાહતા હોવ તો ઊંધા ઊભા રહીને પણ આમ કરી શકો છો. પછી શેમ્પૂ ને માત્ર વાળના છિદ્રો એટલે કે સ્કાલ્પ પર લગાડો. બાકીના વાળ આપોઆપ ફીણ થી સાફ થઈ જશે. આમ કરવાથી તમે ઓછા શેમ્પૂ થી વધારે સાફ વાળ ધોઈ શકસો અને વાળ ના છિદ્રો પણ વધારે ખુલ્લા નહીં થાય.
૨. વાળ ધોયા પછી શું ટુવાલ થી વાળને બાંધવા જોઈએ?
ના, વાળ ધોયા પછી, ભીના વાળ થોડા નાજુક હોય છે. જ્યારે તમે તેને જાડા ટુવાલ થી ગોળ ગોળ લપેટી ને ખેંચી ને વાળો છો ત્યારે તે વધારે ગૂંચવાઈ જાય છે અને તૂટવા ની સંભાવના વધી જાય છે. તેથી જાડા ટુવાલને બદલે પાતળો કોટનનું કપડું લો, જેમ કે ટી-શર્ટ અથવા કોટન નો ચોખો ગાભો. તેને હળવા હાથે વાળ ની આસપાસ વીંટાળી દો . અને જેવુ વધારાનું પાણી શોષાય જાય કે તરત જ તે કપડાં ને કાઢી નાખો.
૩. ભીના વાળમાં કાંસકો ફેરવાય?
ના, ક્યારેય આવું ન કરશો. ભીના વાળ ને જ્યારે કાંસકા નો ઘા વાગે છે ત્યારે તૂટવા ની સંભાવના ખૂબ જ વધારે હોય છે. તેથી વાળ ને થોડા કોરા થવા દો . હળવી ભીનાશ હોય તો કોઈ વાંધો નથી. અને વાળ ઓળતી વખતે ખૂબ જ સાવધાની રાખો.
Also read : આમળાની જુબાની સાંભળો આમળા ના ફાયદા