પપૈયા ખાવાના ફાયદા જાણશો તો દરરોજ દવા નહીં પપૈયું ખાશો

પપૈયા ખાવાના ફાયદા

પપૈયા કે એક રોજીંદુ વપરાતુ સામાન્ય ફળ છે જેના દરેક ભાગો જેવાકે ફળ, બીજ, છાલ, પાન કે મૂળ, દરેક નો ઉપયોગ થકી વિવિધ રોગોના ઉપચારોમાં ઉપયોગી છે. આ લેખ માં પપૈયા ખાવાના ફાયદા જાણશો તો દરરોજ દવા નહીં પપૈયું ખાશો.

આયુર્વેદ પ્રમાણે પપૈયું છે સર્વશ્રેષ્ઠ

આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં નથી આવતુ, પરંતુ પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેમકે પપૈયાંનાં સમગ્ર ઝાડની અંદર તથા તેની અંદર અમુક એવા ગુણો છે કે જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. અને તે તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે.

પપૈયાં ના પોષકતત્ત્વો

પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થતું હોય છે, કેમકે પપૈયાં ની અંદર રહેલા વિટામીન્સ અને મીનરલ્સ શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. પપૈયાં એ પ્રોવિટામિન A કેરોટીનોઈડ્સ, વિટામિન C, B વિટામિનો, પાચક ક્ષાર અને પાચક રેશામાં સમૃદ્ધ હોય છે. પપૈયાંની છાલ, ગર અને બીયાં માં વિવિધ પોલીફિનોલ સહીત અન્ય ફાયટોકેમીકલ ધરાવે છે. એટલા માટે જ પપૈયા ખાવાના ફાયદા ઘણા છે.

પપૈયાં માં છે જાદુ ની છડી – પપેન

પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં “પપેન” નામનું પદાર્થ મળી રહે છે. જે ખાધેલો ખોરાક પચાવવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે પાચનતંત્ર વધુ મજબૂત બને છે અને જેનાં કારણે શરીરની કેટલી બીમારીઓ દુર રહે છે. ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે જેથી કરીને તેમને ગેસ અને અપચા જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

Papaya

પપૈયા ખાવાના ૧૪ ફાયદા

🔸આંખો : પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે આંખોને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારી આંખોની રોશની વધુ મજબૂત બને.

🔸કબજિયાત : આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને રેચક માનવામાં આવે છે. અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે.

🔸બાળકો માટે ઉત્તમ : નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે પપૈયાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમકે પપૈયાં ની અંદર રહેલાં પોષક તત્વો બાળકના વિકાસ માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે.

🔸કોલેસ્ટ્રોલ : પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-એ તથા વિટામિન સી હોય છે. જે શરીરની અંદર જામેલ વધારાના કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને આથી તેને લગતી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે.

🔸ત્વચા પર ખીલના ડાઘા દૂર કરે છે : પપૈયા નો છુંદો કરી અને તેના દ્વારા ચહેરાને સાફ કરવામાં આવે તો તેના કારણે ચહેરા ઉપર રહેલા બ્લેકહેડ પણ દૂર થઈ જાય છે. અને સાથે-સાથે ખીલના ડાઘ પણ દૂર થઈ જાય છે અને ત્વચા એકદમ ચમકદાર બની જાય છે.

🔸કેન્સર દર્દીઓ માટે લાભદાયી : પપૈયાનું સેવન કરવાના કારણે શરીરની અંદર અમુક એવા પોષક તત્વો ઉત્પન્ન થાય છે. જે શરીરમાં કોઈ પણ જગ્યાએ કેન્સરની ગાંઠ હોય તો તે કેન્સરના કોષોને વધતા અટકાવે છે અને કેન્સરની સમસ્યામાંથી રાહત અપાવે.

🔸લીવર માટે ઉપયોગી : પપૈયાનું સેવન કરવાના કારણે લીવર વધુ મજબૂત બને છે. અને લીવરમાં કોઈપણ જાતની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે.

🔸કૃમિ થી છુટકારો : પપૈયા ના બીજ ને વાટી અને તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર કોઈપણ જાતના કૃમિ અથવા તો પેટ માં કોઈપણ જાતના કૃમિ થયા હોય તો તે દૂર થઈ જાય છે. અને નાના બાળકોને કૃમિની સમસ્યા માંથી છુટકારો મળે છે.

🔸વિટામિન સી ત્વચા માટે ઉપયોગી : પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. અને આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર વધતી જતી ઉંમર ના નિશાન દૂર થઈ જાય છે. અને ત્વચા એકદમ ચમકદાર અને ટાઇટ બની રહે છે.

Joint Pain

🔸હિમોગ્લોબીન વધારે છે : પપૈયાનુ સેવન કરવાના કારણે શરીરમાં ભરપૂર માત્રામાં આયનૅ મળી રહે છે, જે શરીરમાં નવું લોહી બનાવે છે જેથી કરીને શરીરમાં લોહીની ઉણપ હોય અથવા તો હિમોગ્લોબિનની કમી હોય તો તે પણ દૂર થઇ જાય છે.

🔸મોટાપાની તકલીફ દૂર કરે છે : પપૈયાનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે. અને આથી જો મોટાપા ની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. સાથે સાથે વજન ઘટાડવા માટે જો ડાયટ કરી રહ્યાં હોય તો તેના માટે પણ પપૈયુ સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે.

🔸હરસ માં રાહત : જે કોઈ વ્યક્તિને હરસ ની સમસ્યા થઇ હોય તેવા વ્યક્તિઓ જો પપૈયાના ઝાડનું દૂધ હરસ ના મસા ઉપર લગાવે તો તેના કારણે તે મસા તરત સુકાઈ જાય છે અને વ્યક્તિને હરસની સમસ્યામાં થી છુટકારો મળે છે.

🔸ડેન્ગ્યુ માં પપૈયાના પાન અત્યંત ગુણકારી : પપૈયાના પાનનો રસ જો ડેન્ગ્યુના દર્દીને પાવામાં આવે તેના કારણે તેના શરીરના પ્લેટલેટ કાઉન્ટ માં વધારો થાય છે અને તેને ડેન્ગ્યુની સમસ્યામાંથી છુટકારો મળે છે.

🔸સાંધાના દુખાવા : જો પપૈયાના પાનના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે કોઈપણ પ્રકારની સાંધાના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Also read : ગોળ ખાવાની ઉત્તમ રીતો અને ગોળ ના ૧૩ અકસીર ફાયદા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *