ચા ની યાદ માં કેટલીક શાયરી
ચા ની યાદ માં કેટલીક શાયરી
ગુજજુમિત્રો, આજે મેં ચા ની યાદ માં એક શાયરી વાંચી. આ કવિતા મીઠી મીઠી યાદો ની ખુશ્બુ થી મહેકે છે અને દોસ્તી ના સ્વાદ થી ભરપૂર છે. આ કવિતા વાંચીને તમને ખૂબ જ આનંદ આવશે અને તમારા મિત્રો ની પણ યાદ આવશે. તો ચાલો વાંચીએ આ શાયરી થી ભરપૂર કવિતા એકસાથે!
ખાલી ચા ની ચાહ ન હતી …
બસ એ ચા ની સાથે દોસ્તો ની રાહ હતી ..
ખાલી …વાતો ના વડા ના હતા ..
એ વાતો જિંદગીભર ના સંભારણા હતા ..
ચા ની એ ચુસ્કી …
થોડીક મસ્તી ….ક્યારેક અર્થતંત્ર ..
ક્યારેક ..જૂનો પ્રેમ…
ક્યારેક ..બધા મિત્રો માં
…એ ..ખાસ દોસ્ત ..
એ ચા પણ ખાસ ચા હતી ….એક ના બે ભાગ થતા ..
પણ મિત્રતા ના ક્યારે પણ ભાગ ના થતા…
ચા કડક …મીઠી …ખાસ બનાવડાવતા..
પણ સાલી એ કડવાશ
મધ થી યે મીઠી મિત્રતા ચપટી માં પચાવી જતી ..
ચા તો હજુ એ ..ભેગી થાય …છે ..
પણ ..સફળતા ની દોડ માં …આગળ નીકળી ગયેલા મિત્રો ..
સીટી મારી ઘર માંથી બહાર કાઢતા મિત્રો..
નવરા નવરા કલાકો …પસાર કરતા મિત્રો ..
વાંચવા એકબીજા ના ઘરે ભેગા થતા …પણ
પેલા …બેસૂરા ગીતો ગાઇ ને …પકવતા મિત્રો ..
ટૂંક માં કમીના …પણ …ક્યારે કોઈ કમી ના થવાદે એવા મિત્રો …
હજુ પણ
એ ..જ …ચા ..ની ચાહ માં ..
એ ..જ …મિત્રો ની …રાહ માં …
સમય ખુદ અટવાયેલ પડ્યો છે …
Hy