દરેક જગ્યાએ લડાઇ સફળ ન થાય

જીવનમાં સુખી રહેવાનો માર્ગ

દરેક જગ્યાએ લડાઇ સફળ ન થાય

મહાભારતના યુદ્ધમાં પોતાના પિતા દ્રોણાચાર્યને દગાથી મારી નાખ્યાનું જાણી અશ્વત્થામા બહુ ક્રોધિત થઈ ગયો ને એને પાંડવ સેના પર ખતરનાક નારાયણ શસ્ત્ર છોડી દીધું. જેનો કોઈપણ પ્રતિકાર કરી શકતું ન હતું.

જેની પાસે હથિયાર હોય ને લડવાની કોશિશ કરે એના પર અગ્નિ વરસાવી તરત જ નષ્ટ કરી દેતું હતું.

ભગવાન શ્રીકૃષ્ણએ સેનાને પોતપોતાનાં હથિયાર છોડી ચૂપચાપ હાથ જોડી ઊભા રહેવાની સૂચના આપી અને કહ્યું કે, મનમાં પણ યુદ્ધ કરવાનો વિચાર ન લાવતા આ એને પણ ઓળખી લઈ નષ્ટ કરી દે છે.

નારાયણ શસ્ત્ર ધીમે-ધીમે એનો સમય પૂરો થતાં શાંત પડી ગયું. દરેક જગ્યાએ લડાઇ સફળ ન થાય.

પ્રકૃતિના પ્રકોપથી બચવા માટે આપણે પણ અમૂક સમય માટે બધું કામ છોડી ચૂપચાપ હાથ જોડી મનમાં સારા વિચાર રાખી એક જગ્યાએ થોભી જવું જોઈએ.

કોરોના પણ એનો સમયગાળો પૂરો થતાં શાંત પડી જશે. ભગવાન શ્રીકૃષ્ણએ બતાવેલો ઉપાય વ્યર્થ નહીં જાય.

Also read : શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *