ઈડલી વાળા એ શીખવ્યું કે કર્મ અને નસીબ એટલે શું?

કર્મ અને નસીબ એટલે શું?

ઈડલી વાળા એ શીખવ્યું કે કર્મ અને નસીબ એટલે શું?

ગુજજુમિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કર્મ અને નસીબ એટલે શું? ઘણીવાર એવું થાય છે કે ગયે તેટલો પ્રયત્ન કરીએ પણ જો નસીબ કાચા હોય તો બધુ નકામું છે. પણ મોટી મોટી હસ્તીઓ થી સાંભળ્યું છે કે કર્મ જ નસીબ બનાવે છે કે બગાડે છે. જેટલા પણ સફળ લોકો છે તેમની કહાનીમાં હંમેશા કર્મ, મહેનત અને પરિશ્રમના જ ગુણગાન ગવાતા હોય છે. તેથી એક વાત તો પાક્કી છે કે કર્મ બહુ જ અગત્યનું પાસું છે. ચાલો આ વાત ને વિસ્તારથી સમજીએ.

એક ઈડલી વાળો હતો. જયારે પણ ઈડલી ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ઈડલી ની પ્લેટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ.

એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ. નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.

“મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી?” અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા અને મને સમજાઈ ગયું કે કર્મ અને નસીબ એટલે શું?

એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે.

દરેક લોકરની બે ચાવીઓ હોય છે.એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે. તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ. જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ.
તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન.

padma

તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય.

આ કર્મ અને ભાગ્ય નું સુંદર અર્થઘટન છે.

Also read : જીવન દર્પણ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *