સો બીમારીનું કારણ – કબજિયાત અને કફ ને દૂર કરવાના સરળ ઉપાય

Steam

ગુજજુમિત્રો સો બીમારીનું એક કારણ છે કબજિયાત અને કફ . આજે હું તમને પેટ સાફ રાખવાના અને કફ દૂર કરવાના સરળ ઉપાય જણાવવા માગું છું. બધા જ જાણે છે કે જ્યાં કાદવ હોય ત્યાં મચ્છરો પેદા થતાં હોય છે. કાદવ સાફ કરી નાંખો તો મચ્છરો પણ નાશ પામી જાય છે. બંધિયાર હાલતમાં રહેલા પાણીમાં પણ મચ્છરો અને જીવાત પેદા થાય છે. રાંધેલો ખોરાક પણ વાસી થતો જાય એમ ગંધાય છે અને ફૂગના માધ્યમથી હાનિકારક જીવાત પેદા થતી જ હોય છે.

શરીરમાં કચરો થશે તો જીવાણુ પણ થશે

આ જ બાબત આપણાં શરીર માટે પણ એટલી જ સાચી છે. અનેક પ્રકારના વાઇરસ/બેક્ટેરિયા હવામાં હોય છે અને એટલે જ કોઈપણ સમયે જુદા જુદા લોકો વાયરલ બીમારીના શિકાર થતાં હોય છે. પણ, બધાજ લોકોને એક જ સમયગાળામાં એ વાયરસની અસર થતી નથી. કારણ કે, જેમને અસર થતી નથી એમને ઇમ્યુનિટી અથવા તો રોગપ્રતિકારક શક્તિ સારી છે એમ કહેવામાં આવે છે.

સો બીમારીનું એક કારણ – કબજિયાત અને કફ

કબજિયાત અને કફ દૂર કરવાના ઉપાય

આ રોગપ્રતિકારક શક્તિ એટલે શું? જે લોકો કબજિયાતથી પીડાય છે તેમના શરીરમાં મળ પડ્યો રહે છે અને જે લોકો કફથી પીડાય છે એ લોકોના શરીરમાં રહેલો કફ, એમ આ બંને એક પ્રકારના કાદવ છે જે આવા વાઇરસના ઝડપી વૃદ્ધિ માટે આદર્શ સ્થિતિ છે. જો તમે આ તર્ક ને સમજી ગયા હોવ તો માંદગીથી બચવા માટે નીચેના અત્યંત સરળ ઉપાયો કરી શકાય.

Car service

કબજિયાત દૂર કરવાના સરળ ઉપાય

કબજિયાત એટલે શું?

મિત્રો તમને દરરોજ કોઈ તણાવ કે દબાણ વિના પેટ સાફ થવું જોઈએ. આ રીતે જેમના પેટ સાફ થતાં હોય તેઓને ક્યારેય પણ વાયરસની અસર નહીં થાય. એમના શરીરમાં ખોરાકનું પૂરેપુરું પાચન થાય છે એ નક્કી કહી શકાય. પરંતુ, જો સ્થિતિ વિપરીત હોય તો શરીરમાં ખોરાક પડ્યો રહે છે અને અપૂરતું પાચન થઈને નીકળે છે એમ કહી શકાય. મળ આપણાં આંતરડામાં અને ગુદાદ્વાર સુધીના માર્ગમાં પણ ચોંટેલો રહે છે. પેટ પૂરેપુરું સાફ થતું નથી અને એ વાયરસ/બેક્ટેરિયા માટે કાદવની ગરજ સારે છે.

રાત્રે સમયસર પૂરતી ઊંઘ

કુદરતે રાત શરીરને આરામ કરવા આપી છે એટલે પૂરતી ઊંઘ લેવી. રાત્રે સમયસર ઊંઘવામાં આવે અને સવારે સૂર્યોદય પહેલા ઊંઘ પૂરી થઈ જાય અને ઉઠી જઈએ તો ઉત્તમ.

હરડે નું સેવન કરો

અઠવાડિયામાં એક દિવસ સાંજે હળવું ખાવું. જમ્યાના ચારેક કલાક પછી અથવા તો વહેલી સવારે, ઉઠવાના એક-બે કલાક પહેલા, હરડેની ફાકી/ટીકડી લેવી. હરડે ને આયુર્વેદમાં ‘મા’ કહી છે. એ મળને તોડી નાંખે છે અને બીજે દિવસે પેટમાં રહેલો મળ પ્રવાહી અવસ્થામાં નીકળી જાય છે. ફાકી/ટીકડીઓનું પ્રમાણ જાતે જ નક્કી કરવું. કારણ કે ઓછી લઈશું તો અસર નહિ થાય અને વધારે લઈશું તો થોડા ઝાડા થઈ શકે છે. અલગ અલગ કંપનીની હરડેની અસરકારકતા ઓછી વત્તિ હોય છે એટલે એ પણ ધ્યાન રાખવું.

સવારમાં હળવો વ્યાયામ કે ઘરકામ કરો

કબજિયાતની કાયમી તકલીફ વાળા લોકોએ સવારે એક બે પ્યાલા જેટલું નવશેકું પાણી પી જવું. ત્યારબાદ ચાલવું કે હળવી કસરત કરવી કે કચરા-પોતા કરીને ઘરની સફાઈ કરવી. આટલું કરતાં પેટ સાફ થઈ જશે. પેટ બિલકુલ ખાલી છે એવો અનુભવ થાય ત્યારબાદ જ રાંધેલો ખોરાક લેવો જોઈએ. એ પહેલા લીંબુ – આદુનો રસ, કોઈપણ ખાટા ફળ, વગેરે લઈ શકાય. કાયમી કબજિયાતના કારણ શોધવા જોઈએ. એમણે હલકો ખોરાક લેવો જોઈએ જેનું પાચન તેમનું શરીર કરી શકે.

ભૂખ હોય ત્યારે જ ખાઓ

પેટમાં કડકડતી ભૂખ ન લાગે ત્યાં સુધી રાંધેલો ખોરાક ન ખાવો જોઈએ. તેલમાં તળેલી વસ્તુઓ ન ખાય તો સારું પણ ખાવી જ હોય તો ઓછી માત્રામાં અને તે પણ જમવાની સાથે લઈ શકાય. એ સમયે અન્ય ખોરાક જેવો કે રોટલી ઓછી ખાવી. આપણે સવારે, બપોરે કે સાંજે ફક્ત સ્વાદિષ્ટ હોવાના કારણે પેટમાં ભૂખ ન લાગી હોય કે પેટ ભરેલું હોય અને ખાઈએ છીએ એ બેહદ નુકસાનકારક છે. એ ખોરાકનું પાચન થતું નથી અને કબજિયાતમાં પરિણમે છે. મેંદાની વાનગીઓ ટાળવી જોઈએ. અથવા જમતી વખતે થોડીક લઈ શકાય પણ નુકશાનકારક છે એ ધ્યાન રાખવું.

સવારે ઊઠીને પીઓ નવશેકું પાણી

સવારે પીધેલું નવશેકું પાણી આંતરડાને ફ્લશ કરવાનું કામ કરે છે એવી મારી સમજ છે. નવશેકું પાણી સફાઈ વધારે સારી રીતે કરે છે. મળ, કફ વગેરે જે કઈ ચોંટેલા હોય એ ઊખડે છે. અને પેટની સફાઈમાં મદદરૂપ થાય છે.

કફને દૂર કરવાના સરળ ઉપાય

આદું કે સૂંઠ નું સેવન કરો

સવારે આદું, લીંબુ અને પાણીનું મિશ્રણ બનાવીને પીવું. પ્રમાણ પોતાની અનુકૂળતા મુજબ નક્કી કરવું. આખા દિવસની પાણીની જે જરૂરિયાત હોય તેટલું પાણી લઈ એમાં એક ચમચી સૂંઠ પાઉડર નાંખી ઉકાળવું અને પછી ઠંડુ થયેલું પાણી આખો દિવસ પીવું. જમતી વખતે ઓછું ખાવું જેથી પાચન થઈ શકે. મારા અનુભવ પ્રમાણે 24 કલાકમાં કફ, શરદી, ઉધરસથી છૂટકારો મળે છે. વાંચો : આદુના અદ્ભુત ચમત્કારો

ગરમ પાણી

નાસ લો

વધારે તકલીફ હોય તો અજમાના પાણીનો નાસ લઈ શકાય. પાણીને બે-ત્રણ વખત ગરમ કરીને 40-45 મિનિટ નાસ લેવાથી આખી રાત શાંતિથી સૂઈ શકાય છે. શિયાળામાં રાત્રે માથું અને કાન ઢાંકવા જરૂરી છે જ્યારે ઉનાળામાં પંખાનો પવન કે એ.સી.ની ઠંડી હવાથી કાનમાં પવન ન પેસી જાય એ માટે કાનમાં રૂ નાંખવું કે રૂમાલ બાંધી કાનને ઢાંકી દેવાય.

હળદર કફ ને કાપે છે

સવાર- સાંજ દળેલી હળદર, અર્ધી પોણી ચમચી પાણી સાથે ફાકીને લેવામાં આવે તો ઉધરસમાં રાહત રહે છે. મધમાં મિલાવીને પણ લઈ શકાય. ખાસ કરીને નાના બાળકો માટે. વાંચો : સ્વસ્થ શિયાળાનું રહસ્ય : લીલી હળદર અને આંબા હળદર

૨૪ કલાક માટે આરામ અને સૂંઠનું પાણી

કફને દૂર કરવાનો એક બીજો પણ સરળ ઉપાય છે. એમાં તદ્દન ભૂખ્યા રહીને શરીરને સંપૂર્ણ આરામ આપવાનો છે. માત્ર સૂંઠનું પાણી જ પીવાનું. અને તે પણ જરૂરિયાત આધારિત. વધારે નહિ. કશું જ પણ કામ કરવાને બદલે પથારીમાં સંપૂર્ણ આરામ. 24 થી 48 કલાકમાં શરીર પોતે જ બધો કફ દૂર કરી નાંખે છે. આ મારો પોતાનો જ અનુભવ છે.

ગુજજુમિત્રો, કબજિયાત કફ દૂર કરવાના આવા ઘરેલુ ઉપાય કરીને કોઈપણ વ્યક્તિ કરોના સહિત કોઈપણ વાયરસનો પ્રતિકાર કરી શકે છે . ઉપર લખી એમાં કોઈ જ નવી વાત નથી. આ બધુ આપણાં આયુર્વેદમાં છે જ. કુદરતી ઉપચાર કરવા વાળા પાસેથી જ આ બધુ જાણ્યું છે.

You may also like...

2 Responses

  1. Harsh says:

    This post was very nice

  2. Ila says:

    Excellent ????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *