હસવું હોય, તો જ આ વ્યાખ્યાઓ વાંચજો!!!
ગુજ્જુમિત્રો, તમે બધાં જાણતાં જ હશો કે ગુજરાતી સાહિત્ય જગતમાં શ્રી ચંદ્રકાન્ત બક્ષી પોતાની વ્યંગ અને કટાક્ષ શૈલી માટે પ્રખ્યાત હતાં. સન ૧૯૯૨ માં તેમણે “પ્રદાન” માં અમુક વ્યાખ્યાઓ લખી હતી. મારા પપ્પાએ મને આ વ્યાખ્યાઓ વાંચીને કોવિડ ૧૯ ના લોકડાઉનમાં સમય પસાર કરવાનો ઉત્તમ ઉપાય બતાવ્યો. મને ખૂબ જ હસવું આવ્યું. આજે વિચાર આવ્યો કે મારે આ ગુજ્જુમિત્રો માટે પોસ્ટ કરવી જોઈએ. મને આશા છે કે તમને બહુ ગમશે. જો ગમે તો આની લીંક તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો!
1-ભણેલો: જે 1 મિનીટ માં ઉંચા અવાજે 30 અને મનમાં 35 શબ્દો વાંચી શકે પણ સમજ્યો કૈં નાં હોય
2-ખતરનાક કામ: એક ખાડા ને 2 કુદકામાં પાર કરવો
3-પરીક્ષા: જેમાં મૂર્ખ એવાં પ્રશ્નો પૂછે જેનો બુદ્ધિમાન જવાબ ન આપી શકે
4-પતિ: પ્રેમીમાંથી પ્રેમ કાઢી લીધાં પછી જે બાકી રહ્યું તે
5-ડૉક્ટર: બિલ આપ્યાં વિના પુરે પુરુ કાળુ નાણું લેનારા સમાજ નાં સૌથી પ્રતિષ્ઠિત નાગરિકો ડોકટર તરીકે ઓળખાય છે!!!!!
6-કમિટીમિટિંગ: જયાં ‘મિનિટસ’ સચવાય છે કલાકો બગાડીને
7: TV સમાચાર: જે volume બંધ કરીને જોઇ શકાય (આપણાં સમાચારો સાંભળવા લાયક હોય છે?)
8-શિસ્ત: શરીર ની ઇચ્છા વિરૂદ્ધ ફક્ત સંકલ્પ ના જોરે શરીર પાસે કરાવાતું વઇત્રુ
9-sense ઓફ humour: જે પત્ની માં હોય તો લગ્ન જીવન તોડી નાંખે અને પતિ માં હોય તો ટકાવી રાખે તેવો ગુણ
10-કાયદો: કરોળિયા નું એવું જાળું જે ફક્ત નાના જીવડાં જ ફસાવી શકે
11- મંત્રી: એવો સામાન્ય માનવી જે ગાડી નાં રંગીન કાચ ચઢવ્યા વગર એક સિગારેટ પણ નાં પી શકે
12- સલાહકાર: જે તમામ વસ્તુ કેમ કરવી તેની સલાહ આપે પણ પોતાની સાયકલ પણ સીધી પાર્ક નાં કરી શક્તો હોય
13- ગુજરાતી: એવી પ્રજા જેને માત્ર ‘શુભ’ ઉપર વિશ્વાસ નથી, સાથે ‘લાભ’ પણ જોઇયે
14-કોર્ટ: એવું સ્થાન જયાં ગાંધી ચુપ રહે છે અને ગોડસે બોલી શકે છે
15- મેક અપ: જે પુરુષો નાહ્યા પહેલા અને સ્ત્રીઓ નાહ્યા પછી કરે
16-પ્રેમપત્ર: જે પુરુષો માટે Jr. KG અને સ્ત્રીઓ માટે HSC ની પરીક્ષા
17-શેરબજાર: એવું જાદુઈ બજાર જે આપણે ખરીદીએ પછી પડી જાય અને વેંચીએ પછી વધી જાય
18- પ્રોફેસર: જે noon માં આવે અને afternoon માં ચાલ્યો જાય તેવો નીસ્પૃહ માનવી
19-અંજલિ: આંખ માં આંસુ લાવ્યા વિના છાપા નાં 3જા પાનાં ઉપર રડી પડવાની કળા!!!
20- દારૂબંધી: જયાં દારૂ બોટલ નાં બદલે પીપ માં મળે એવી રાજ્ય વ્યવસ્થા!!!
21- બુદ્ધિજીવી ચર્ચાકાર: જે ચર્ચા કરતો હોય ત્યારે સામે વાળો તો ના સમજે પણ પોતેંય કાંઇ નાં સમજતો હોય
22-રસોડું: એવો રહસ્ય પ્રદેશ જેની અંદર ની ભૂગોળ બદલાતી રહે અને પુરુષ મૃત્યુ સુધી સમજી જ ન શકે
23:જન્મ દિવસ: જે દિવસ સ્ત્રી વગર આયાસે યાદ રાખી શકે અને પુરુષ પુષ્કળ આયાસ પછી પણ ભૂલી જાય
24: આદર્શ પતિ: ઘરમાં કલર ટીવી હોવાં છતા રેડિયો FM ઉપર જુના ગીતો સાંભળ્યા કરતું પ્રાણી!!
25- મા: એવી વ્યક્તિ જે તમે નાના હતા ત્યારે વહેલા ઉઠી ને 1 કપ ચા બનાવી આપે અને હવે તમે પરણી ગયા છો તો 2 કપ બનાવી આપે!!!!
Hahaha!I can’t stop laughing! hahaha