મારી નાનકડી માસૂમ કવિતા
મારી નાનકડી માસૂમ કવિતા
પ્રિય ગુજ્જુમિત્રો, હાલમાં મારી પાસે ગુજ્જુમિત્રો બ્લોગ ના એક વાંચકે એક સુંદર કવિતા મોકલાવી. આ નાનકડી માસૂમ કવિતા એક નાના બાળકે લખી છે. આ કવિતા વાંચીને આ બાળકની માસૂમ વાતોથી મારા ચહેરા પર એક સ્મિત આવી ગયું. મને થયું કે મારે તમારી સાથે પણ આ કવિતા શેર કરવી જોઈએ. તમે પણ આ કવિતાનો આનંદ માણો !!!
હું નાનો પણ મોટું દિલ,
મને ગમે ગાડી ને વ્હીલ,
વારંવાર બોલું “મમ્મા Chill!!!”
હસતો રહું ખિલખિલ
મારી બહેન બહુ સારી
મારી વાતો સીધીસાદી,
ગમે એક બિલાડી જાડી
મસ્તી કરું અવળી આડી.
ભણવાનો ભાર મારા પર
ગમે મને વરસાદ ઝરમર,
રમતો રહું હું દિવસભર
ન લાગે મને કોઈનો ડર
હું નાનો પણ મોટું દિલ,
ખાલી કરું સિલાઈની રીલ,
વારંવાર બોલું “મમ્મા chill”
હસતો રહું ખિલખિલ.
Click here to read more poems.