બીલીપત્રમાં છે તંદુરસ્તીનું વરદાન!
બીલીપત્રમાં છે તંદુરસ્તીનું વરદાન!
ગુજ્જુમિત્રો, પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. દેશભરમાં શ્રાવણ માસની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ભોલેનાથના મંદિરમાં ભક્તો ભગવાનને રીઝવવા માટે બિલીપત્ર ચઢાવે છે. પણ શું તમને ખબર છે કે મહાદેવને પ્રિય બીલીપત્ર સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે? વધુ જાણવા માટે વાંચો, બીલીપત્રમાં છે તંદુરસ્તીનું વરદાન!
Xovak ફાર્માના સ્થાપક શ્રી રાજ્ય ડંગર જણાવે છે કે, આ મહિનામાં ભક્તો કરોડો બિલીપત્ર ભગવાન ભોલેનાથને અર્પણ કરે છે . બિલીપત્ર ભગવાનને અર્પણ કર્યા પછી એનો કોઈ જ ઉપયોગ કરવામાં આવતો નથી કારણકે આપણે જાણતા જ નથી કે બીલીપત્ર અતિશય ઉપયોગી અને આરોગ્યપ્રદ છે. આ બીલીપત્રોનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે.
ભગવાન ને અર્પણ બાદ ભગવાનને ધરાવેલ બિલીપત્રને પ્રસાદ સમજીને રોજિંદા જીવનમાં સેવન કરવામાં આવે તો વાત, પિત્ત અને કફ પણ દૂર થાય છે. તે ચર્મ રોગ, ડાયાબીટીઝ અને બ્લડ પ્રેશરમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.
આયુર્વેદમાં બીલીપત્રનું મહત્ત્વ
આયુર્વેદ પ્રમાણે બીલીપત્ર સ્વાદમાં મધુર, તૂરી, કડવી અને તીખી, ગરમ, ભૂખ લગાડનાર, પાચનકર્તા, રુચિકર અને ગ્રાહી-ઝાડો બાંધનાર છે. બીલીનાં કુમળાં ફળ સ્વાદમાં કડવાં અને તૂરાં, ગરમ, દીપન, પાચન, પચવામાં ભારે તથા આમવાત, સંગ્રહણી, કફાતિસાર વગેરેનો નાશ કરનાર છે. તેનાં મૂળ તથા છાલ જ્ઞાનતંતુ રોગ શામક છે. શ્વાસના દર્દીઓ માટે પણ તે અમૃત સમાન છે અને આ પાનનો રસ પીવાથી શ્વાસના રોગમાં ખૂબ લાભ થાય છે.
ડાયાબિટીઝમાં લાભકારી
એક વાત ઘણા ઓછા લોકો જાણે છે કે બીલીપત્ર ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહમાં ખૂબ જ ફાયદો આપનાર ઔષધ છે. બીલીનાં પાનને સ્વચ્છ કરી એકાદ કલાક પાણીમાં પલાળી રાખવાં. પછી બહાર કાઢી, વાટી, વસ્ત્રમાં દબાવીને તેનો રસ કાઢી લેવો. સવાર-સાંજ એક થી બે ચમચી જેટલો આ રસ પીવાથી મધુપ્રમેહમાં ઉત્તમ લાભ થાય છે.
ઘા પર લગાવો બીલીનો લેપ
બિલીપત્રનો રસ બેથી ત્રણ ચમચી જેટલો સાકર નાખી પીવાથી કોઈપણ પ્રકારનો રક્તસ્રાવ મટે છે.
પાચનશક્તિને મજબૂત કરે છે બીલીનો રસ
ઉનાળામાં દરરોજ બીલા નું શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે અને પાચન શક્તિ સુધરે છે. પાચનશક્તિ સારી રાખવા માટે એ આશીર્વાદ સમાન છે. પેટમાં કે આંતરડાંમાં કીડા થવા કે પછી બાળકોને ઝાડાની સમસ્યા થાય તો બીલીપત્રનો રસ પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે અને આ સમસ્યાઓ એ ઝડપથી ગાયબ થઇ જાય છે.
હ્ર્દયરોગનો રામબાણ ઈલાજ
બીલીપત્ર એ હૃદય રોગના તમામ દર્દીઓ માટે પણ બીલીપત્રનો ઉપયોગ કરવો એ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે . બીલીપત્રનો ઉકાળો બનાવીને પીવાથી હૃદય મજબૂત બને છે અને હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઇ જાય છે.
ચાંદા પડી જાય તો બીલીપત્રને અજમાવી જુઓ
જો શરીરમાં વધતી ગરમીના કારણે અથવા તો મોંમાં ગરમી થવાના કારણે તેમા ચાંદા પડી જાય છે માટે તો બીલીપત્રના પાન ચાવવાથી ખૂબ લાભ મળે છે અને ચાંદાની સમસ્યાથી એ કાયમ માટે છૂટકારો મળે છે. ન રુઝાતા, ગંધાતા ચાંદા પર બીલીપત્ર વાટી પેસ્ટ બનાવી લગાડવાથી ચાંદાં મટી જાય છે.
મધુમાખીના ડંખની અકસીર દવા
જો મધુમાખી કે કોઇ ડંખ મારનારી માખી કરડી જાય તો તેના ડંખ પર થતી બળતરા થાય છે તો આવી પરિસ્થિતિમાં કરડી ગયેલી જગ્યા પર બીલીપત્રનો રસ લગાવો જેનાથી તાત્કાલિક રાહત મળે છે.
કીડની માટે ઉપયોગી
બીલીપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી ½ ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજામાં આરામ મળે છે.
લોહી શુદ્ધ કરવામાં ગુણકારી
જો કોઈ વ્યક્તિને પોતાનાં લોહીને સાફ કરવું હોય તો તેના માટે તેને આ વસ્તુ બનાવવાની જરૂર છે. આ માટે તેને 50 ગ્રામ જેટલા બીલીપત્રને ગરમ પાણીમાં પલાળી-ભેળવી અને ત્યાર બાદ તેનું ગ્રીન જ્યુસ બનાવીને પીવાથી તમારા શરીરનું લોહી એકદમ સાફ થઇ જશે. જેથી કરીને લોહીની અંદર રહેલી અશુદ્ધિઓના કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન કે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે નહીં, અને સાથે સાથે તમે અનેક પ્રકારના રોગોથી પણ બચી શકશો. આમ સારા કોલેસ્ટ્રોલમાં પણ ખુબ જ ઉપયોગી નીવડે છે.
ગુજ્જુમિત્રો, શિવલિંગ પર ચડતાં બીલીપત્રનો ઉપયોગ શિવજીના પ્રસાદ રૂપે કરો. જો તેનું નિયમિતપણે સેવન કરવા માં આવે તો કરોડો બીલીપત્રથી અનેક લોકો રોગમુક્ત પણ બનશે. શ્રાવણ મહિનામાં દરેક જીવમાં શિવ ની ભાવના સાથે આ લેખને શક્ય એટલા લોકોને મોકલજો.
Very nice
Keep it up????????????